January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

વલસાડમાં એક્‍ટિવા ચાલકનું અજાણ્‍યા વાહનની ટક્કરમાં મોત નિપજ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી-વલસાડ વિસ્‍તારના રોડો ખાડાઓની ભરમારને લઈ યમદૂત બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્‍માતમાં બે શખ્‍શોએ જીવ ગુમાવ્‍યા છે.
વાપી જી.આઈ.ડી.સી. ચણોદ-નાસિક રોડ ઉપર વિનંતિ નાકા પાસે બુધવારે રાત્રે મશીનરી ભરેલો ટેમ્‍પો અચાનક રોડના ખાડામાં પટકાયો હતો. જેમાં બેલેન્‍સ ગુમાવતા ટેમ્‍પો પલટી મારી ગયો. જેમાં ટેમ્‍પોની સાઈડમાં ચાલી રહેલ સાયકલ સવાર અને રિક્ષા બન્ને દબાઈ ગયા હતા. રિક્ષા સવારોને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્‍યારે સાયકલ ચાલક મૃતકની ઓળખ થયા મુજબ કૃષ્‍ણકુમાર કૈલાસ યાદવ (54)નું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું છે. જ્‍યારે વલસાડ હાઈવે સરોધી નજીક એક્‍ટિવા ઉપર સવાર થઈ મસાલા વેચાણ કરવા નિકળેલા આધેડને અજાણ્‍યા વાહને ટક્કર મારતા સ્‍થળ ઉપર કરુણ મોત નિપજ્‍યું હતું. હાઈવે અને લોકલ રોડના ખાડા નિર્દોષોના જીવ લઈ રહ્યા છે.

Related posts

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

Leave a Comment