Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્‍યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી નજીક બલીઠા ગામે ભંગારના કચરામાં ગુરૂવારે બપોર પછી ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી બલીઠામાં અનેક ભંગારની હાટડીઓ ગેરકાયદે ચાલી રહી છે. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ભંગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. સુરક્ષાનો કોઈપણ પ્રબંધ આવા ગોડાઉનોમાં જોવા મળતો નથી. બસ એ અન્‍વયે વધુ એક આગ બલીઠા સ્‍થિત ગોડાઉનમાં લાગી હતી. આગ-લાગી કે લગાડાઈ એ તપાસનો વિષય છે. બીજુ આગના ધુમાડાઓ એટલા વિકરાળ રીતે ફેલાયેલા હતા કે સ્‍થાનિક લોકોને શારીરિક નુકશાન કર્તા બની રહે. પરંતુ તપાસના નામે મીંડુ, બધુ ગાંધીછાપના ઓઠા હેઠળ ભીનું સંકેલાઈ જશે. આગળના બનાવોમાં પુરવાર થયેલો રવૈયો યથાવત સલવાવની આગમાં રહેલું.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

Leave a Comment