Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

એસ.ઓ.જી.એ બનાવટી આધાર કાર્ડ નંગ-65, ચૂંટણી કાર્ડ નં.9, જન્‍મ પ્રમાણપત્ર નંગ-21, પાન કાર્ડ-1 સાથે 92 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી છરવાડા રમઝાનવાડીમાં કાર્યરત એક સ્‍ટુડિયોમાં સરકારી ઓળખપત્રો જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્‍મ પ્રમાણપત્ર, પાન કાર્ડ બનાવટી બનાવવાનું એસ.ઓ.જી.એ. રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ગોરખધંધો ચલાવાતો હતો.
સ્‍પે. ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.)ના જણાવ્‍યા મુજબ મનીષ રામલાલ સેન રહે.ચણોદ કોલોની પાર્થ સોસાયટી ફલેટ નં.204 વાપી છરવાડા રમઝાનવાડીમાં શ્રી રામ સ્‍ટુડિયો ચલાવી રહ્યો છે. આ સ્‍ટુડિયોમાં કાલંદીચરણ રમેશચંદ્ર સામલ રહે.છરવાડા રમઝાનવાડી, શિવમ પેલેસરૂમ નં.404 સ્‍ટુડિયોમાં નોકરી કરે છે. તેમજ અબ્‍દુલા મોહંમદ સલીમ ખાન રહે.કરવડ, સાંઈ આસ્‍થા બિલ્‍ડીંગ રૂમ નં.407 દમણ કેનેરા બેંકમાં આધાર કાર્ડ બનાવાની નોકરી કરે છે તેમજ ફ્રી ટાઈમમાં શ્રી રામ સ્‍ટુડિયોમાં નોકરી કરે છે. આ ત્રણેય ત્રિપુટી છેલ્લા ત્રણ વર્ષથી સરકારી બનાવટી ઓળખપત્રો કોમ્‍પ્‍યુટરની મદદથી લોકોને બનાવી આપતા હતા. ઓળખપત્રકના વ્‍યક્‍તિ પાસે રૂા.600 લેતા હતા. આ ટોળકીનો એસ.ઓ.જી.એ પર્દાફાશ કરી આખુ નેટવર્ક પકડી પાડી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુદ્દામાલ તરીકે આધાર કાર્ડ નંગ-65, જન્‍મ પ્રમાણપત્ર નંગ-21, ઈલેકશન કાર્ડ નંગ-9, પાન કાર્ડ નંગ-1 મળી દસ્‍તાવેજ બનાવવાના અલગ અલગ ઈલેક્‍ટ્રોનિક સાધનો તથા રોકડ, મોબાઈલ મળી 92,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ. રોઝ, પી.એસ.આઈ. આર.બી. પરમાર, હેડ કોન્‍સ્‍ટેબલ સર્વેશ્રી દિગ્‍વીજયસિંહ, ઓમપ્રકાશ, મોહંમદ સફી, અને અરશદ યુસુફની ટીમવર્ક નેટવર્કનો પર્દાફાશ કરવાની સફળતા મેળવી હતી.

Related posts

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

મધ્‍યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્‍લાસ્‍ટીક દાણા છેતરપીંડિ ગેંગના 4 ઈસમોને એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

Leave a Comment