(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી વિસ્તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી નજીક બલીઠા ગામે ભંગારના કચરામાં ગુરૂવારે બપોર પછી ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી બલીઠામાં અનેક ભંગારની હાટડીઓ ગેરકાયદે ચાલી રહી છે. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ભંગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. સુરક્ષાનો કોઈપણ પ્રબંધ આવા ગોડાઉનોમાં જોવા મળતો નથી. બસ એ અન્વયે વધુ એક આગ બલીઠા સ્થિત ગોડાઉનમાં લાગી હતી. આગ-લાગી કે લગાડાઈ એ તપાસનો વિષય છે. બીજુ આગના ધુમાડાઓ એટલા વિકરાળ રીતે ફેલાયેલા હતા કે સ્થાનિક લોકોને શારીરિક નુકશાન કર્તા બની રહે. પરંતુ તપાસના નામે મીંડુ, બધુ ગાંધીછાપના ઓઠા હેઠળ ભીનું સંકેલાઈ જશે. આગળના બનાવોમાં પુરવાર થયેલો રવૈયો યથાવત સલવાવની આગમાં રહેલું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/03/WhatsApp-Image-2024-03-21-at-7.40.49-PM.jpeg)