Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

ઝંડાચોક વિસ્‍તાર સહિત દિપડો અવાર નવાર નજરાય છે :
ફોરેસ્‍ટનું પાંજરુ પણ કારગત નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં અનેક ગામોમાં જંગલી રાની પશુઓની અવર જવર સમયાંતરે જોવા મળી રહી છે. વલસાડ નજીક આવેલ પ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ગામે પણ છેલ્લા બે મહિનાથી દિપડાની હાજરી વારંવાર જોવા મળી રહી છે. તેથી ગામમાં ભયનો માહોલ આચ્‍છાદિત થયેલો જોવા મળે છે. ગતરોજ રાતે દિપડાની એન્‍ટ્રી ગામમાં થઈ હોવાનું પ્રતિત થયું છે. દિપડો એક ગાયનું મારણ કરી ભાગી ગયો હતો.
વલસાડના પારનેરા ગામે છેલ્લા બે મહિનાથી દિપડો આવતો જતો રહે છે. થોડા સમય પહેલાં ઝંડાચોકમાં જાહેર રોડ ઉપર દિપડો રાતે લોકોએ જોયો હતો તેથી દિપડાને કબજે કરવા માટે ગ્રામજનોની રજૂઆત ગામમાં પાંજરૂ પણ વનવિભાગે ગોઠવ્‍યું છે. પણ ચાલક દિપડો બે મહિનાથી પાંજરે પુરાતો ન હોવાથી ગ્રામજનો ભયના ઓથાર વચ્‍ચેજીવી રહ્યા છે. રોજ જીવ પડીકે બંધાઈ રહે છે. પંચાયતે પારનેરા ડુંગર સહિત દિપડા અંગેની ચેતવણીના જાહેર બોર્ડ પણ સલામતિ અને ચેતવણી માટે લગાવ્‍યા છે. પણ દિપડો હજુ પકડાતો નથી. માનવી પર્યાવરણ અને જંગલોનો વિનાશ વિકાસના નામે કરી રહ્યો છે તેથી જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્‍તારમાં ખોરાકની શોધમાં અવાર નવાર આવવાનો સિલસિલો વલસાડ જિલ્લામાં યથાવત રહ્યો છે.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

Leave a Comment