September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: ભારત એટલે તહેવારોનો દેશ વિશ્વમાં સૌથી વધુ તહેવારો ભારતમાં ઉજવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો તહેવાર સમગ્ર ભારતના અનેક રાજ્‍યોમાં અલગ અલગ રીતે અને અલગ અલગ નામે હોળીના તહેવાર ઉજવવામાં આવે છે. સમયાંતરે ધીરે ધીરે હોળીનું સ્‍વરૂપ બદલાતું રહ્યું છે, હવે વાતાવરણમાં આવેલ પરિવર્તન અને પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી મનાવવામાં આવી રહી છે, જેમાં ગાયના ગોબરના છાણા, શેરડીના કુચા તથા નાળિયેરીના સ્‍થળનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી રહી છે. હા વર્ષોની પરંપરા મુજબ હોળીના દિવસે મહિલાઓ ઉપવાસ રાખી હોળીની પ્રદક્ષિણા કરી એમની પૂજા કરી હોળીમાં ધાણી, મરી, કેરી, પતંગ તથા અન્‍ય ચીજ વસ્‍તુઓમાં આવે છે. પાર્ટીમાં પણ તળાવની પાળ, દમણીઝાપા, પટેલ સ્‍ટેટ, બાલાખાડી, સોના દર્શન જેવા અનેક સ્‍થળોએ હોળી પ્રગટાવી એમનું પૂજન કરી ખૂબ ધામધૂમથી થોડી તહેવારનો ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment