April 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

ગત વર્ષે પાલિકાએ રૂા.16.60 કરોડની વસુલાત સાથે 96.19 ટકા કામગીરી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા 2022-23ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ સુધી રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી 96.24 ટકાની કામગીરીનો લક્ષાંક પાર પાડયો છે.
વાપી નગરપાલિકાને સ્‍વભંડોળ પેટે મિલકત વેરો અગત્‍યની આવકસ્ત્રોત છે. તેથી પાલિકાના વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષના અંતે 31મી માર્ચે કુલ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરવાની સિધ્‍ધિ મેળવી છે. પાલિકાનું કુલ માંગણા બિલ 17.26 કરોડ રૂપિયાની વસુલાત કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્‍યું હતું. તેથી છેલ્લે છેલ્લે માર્ચમાં 2.87 કરોડ રૂપિયાની વસુલાત કરાઈ હતી તેમજ કસુરવારોની 121 મિલકતો પણ સીલ કરાઈ હતી. સમયાંતરે પાલિકાએ બાકીદારોને નોટિસો પણ ફટકારી હતી. અંતે માર્ચમાં લક્ષાંક પૂર્ણ કરવાની કવાયત ચરમ સીમા સુધી ચલાવાયેલ અને લક્ષાંક પૂર્ણ પણ થયો છે. સારું પરિણામ હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાલિકાએ રૂા.16.60 કરોડની વસુલાત સાથછે 96.19 ટકા કામગીરી નોંધાવી હતી. વેરા વસુલાત વિભાગના ટેક્ષ સુપ્રિટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર અને ટીમે નોંધપાત્ર કામગીરી કરી હતી.

Related posts

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment