September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

ધુળેટી મનાવ્‍યા બાદ મિત્રો જોડે પાર નદીમાં નાહવા જતાં ડૂબી જવાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડીના રાણા સ્‍ટીટમાં રહેતો જીગર સતિષભાઈ રાણા દુબઈ ખાતે કામકાજ કરતો હોય હાલમાં જ ત્રણથી ચાર મહિના પહેલા ભારત ખાતે આવ્‍યો હતો. પોતાના ખંતિલા અને કામ કરવાના સ્‍વભાવને લઈ ઘરે બેસી ન રહેતા હાલમાં દમણ ખાતે નોકરી કરી રહ્યો હતો.
આજરોજ આજુબાજુના મિત્રો જોડે હરસોલ્લાસ અને મજાક મસ્‍તીથી ધુળેટી રમ્‍યા બાદ તમામ મિત્રો પાર નદી ખાતે ગયા હતા. જ્‍યાં પાર નદીમાં નાહવા જતા ડૂબી જવાની લઈ તેનું કરુણ મોત થતા સમગ્ર રાણા સમાજમાં દુઃખનું મોજું ફરી વળ્‍યું હતું.
પાર નદી ખાતે હાજર ચંદ્રપુરના તરવૈયાઓએ ડૂબી રહેલ જીગરને તાત્‍કાલિક પાણીમાંથી બહાર કાઢી બચાવવાના પ્રયત્‍નો કર્યા હતા અને સ્‍થળ પર પહોંચેલ 108 ની ટીમ પણ પમ્‍પિંગ દ્વારા શ્વાસ પાછા આવે એવા પ્રયત્‍ન કર્યા હતા પરંતુ આ તમામ પ્રયત્‍નો નિષ્‍ફળ જતા જીગરનું કરુણ મોત થયું હતું.

Related posts

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment