September 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

શિવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ પદેથી અભિનવ ડેલકરની હકાલપટ્ટીની રાષ્‍ટ્રીય નેતા સંજય રાઉતે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના રાજ્‍ય પ્રભારી પ્રમુખ પદે શ્રી શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિની જાહેરાત હાઈકમાન્‍ડ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાપ્રદેશ અધ્‍યક્ષ રહેલા શ્રી અભિનવ ડેલકરની હકાલપટ્ટી કરાઈ હોવાની જાણકારી શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્‍તા અને રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉતે આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી શિવસેના સાથે જોડાયેલા શ્રી શ્વેતલ ભટ્ટને પ્રદેશ પ્રભારી પ્રમુખ પદે નિયુક્‍ત કરાતા હવે દાદરા નગર હવેલીમાં એકડે એકથી પક્ષના સંગઠનને ગતિશીલ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. શ્રી શ્વેતલ ભટ્ટે પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી ઉદ્ધવ ઠાકરે, પક્ષના રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉત અને શ્રી આદિત્‍ય ઠાકરેનો આભાર પ્રગટ કરતા જણાવ્‍યું છે કે, તેઓ તેમના પર મુકેલા વિશ્વાસને વફાદારીપૂર્વક સાર્થક કરવા પ્રયાસ કરશે.

Related posts

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

Leave a Comment