October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

અમારુ ગામ ધવલ પટેલને પુર્ણ સમર્થન કરે છે ના બેનરો ગામેગામ લાગ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટીના રંગોની સાથે સાથે લોકસભાની ચૂંટણીનો રંગ પણ લાગવો શરૂ થઈ ગયો છે. બે દિવસ પહેલાં વલસાડ બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્રિકા અને લેટરવોર શરૂ થઈ ગયેલાના અહેવાલો વચ્‍ચે હવે વલસાડના કાંઠા વિસ્‍તારના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ઠેર ઠેર બેનરો લાગ્‍યા છે.
વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો રાજકીય માહોલ છવાઈ રહ્યો છે. પ્રથમ તબક્કે જ લેટર બોમ્‍બ-પત્રિકાઓનો દોર ચાલું થતા જ રાજકારણ ગરમાઈ જવા પામ્‍યું હતું. પરંતુ ખુદ ઉમેદવાર ધવલ પટેલએ આ વાત ખંડન કરતા જણાવ્‍યું હતું કે, વિપક્ષ દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર માત્ર છે. હંભ હંબક નનામી પત્રિકાઓ વહેતી કરીને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે તે મધ્‍યે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારના કકવાડી, દાંડી જેવા અનેક ગામો ભાજપના ઉમદવાર ધવલ પટેલના સમર્થનમાં આગળ આવ્‍યા છે. ગામે ગામ સમર્થનમાં બેનરો લાગી ગયા છે. યુવાનો જણાવી રહ્યા છે કે અમે વિકાસના નામે મતોઆપીએ છીએ. કોંગ્રેસનું અસ્‍તિત્‍વ જ છે ક્‍યાં? મતો માગવાની સ્‍થિતિમાં કોંગ્રેસ રહી નથી.

Related posts

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

Leave a Comment