September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો પ્રચારઃ ભાજપના કમળને સોળે કળાએ ખિલવવા કાર્યકરોમાં જોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણ અને દીવ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં નાયલા પારડી ખાતે ચેડુ માતા મંદિરના દર્શન સાથે ડોર ટુ ડોર પ્રચારનો આરંભ કર્યો હતો.
પરિયારી ભાજપ મંડળના ઈન્‍ચાર્જ શ્રી ભાવિકભાઈ હળપતિના નેતૃત્‍વમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે પોતાના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, કચીગામના પૂર્વ સરપંચ શ્રી અમ્રતભાઈ પટેલ, કચીગામના પૂર્વ ડેપ્‍યુટી સરપંચ શ્રી રૂપેશ પટેલ સહિત મહિલાઓ અને યુવાનોના જૂથ જોડાયા હતા.
શ્રી લાલુભાઈ પટેલ દમણ-દીવથી ભાજપની પ્રથમ સીટ જીતાડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પને સમર્થન કરી દેશમાં ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગઆપવા લોકોને આહ્‌વાન કર્યું હતું.

Related posts

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

Leave a Comment