September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

પાણી ખડક ગામે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલની જાહેર સભામાં વિધિવત કોંગ્રેસમાં જોડાયાઃ પ્રકાશ પટેલને ત્રણેક દિવસ પૂર્વે જ ભાજપે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માગ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.29: નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા પ્રકાશભાઈ પટેલને ભાજપ દ્વારા પ્રથમ અઢી વર્ષની ટર્મમાં આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પણ બનાવાયા હતા. તેમને હાલે જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા કારણ દર્શક નોટીશ પાઠવી પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તે અંગેનો ખુલાસો માંગવામાં આવ્‍યો હતો. જોકે તેમણે ખુલાસો આપવાનું ટાળી ગુરૂવારની રાત્રે પાણીખડક ગામે વાંસદાના ધારાસભ્‍ય અને વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત કોંગી આગેવાનોની ઉપસ્‍થિતિમાં વિધિવત રીતે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ જતા કોંગ્રેસીઓ ઉત્‍સાહ બેવડાયો હતો.
કોંગ્રેસમાં ઘર વાપસી કર્યા બાદ પ્રકાશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતમાં 30 માંથી 23 સભ્‍યો આદિવાસી સમાજના હોય આદિવાસી સમાજના સભ્‍યને જ પ્રમુખ બનાવવામાં આવે તેવીરજૂઆત કરતા મને કારણદર્શક નોટીશ આપવામાં આવી હતી. આદિવાસી સહિત બહુમત વસ્‍તી વાળા સમાજની અવગણના થઈ રહી હતી. ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પ્રકાશભાઈને આવકારી આદિવાસી વિસ્‍તારમાં તેમના આવવાથી કોંગ્રેસને મોટો લાભ થશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો. જોકે કુકેરી વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં પ્રકાશભાઈના સમર્થકો કોંગ્રેસમાં જોડાવાની શકયતા જણાઈ રહી છે.

ભાજપી સભ્‍ય કોંગ્રેસમાં જોડાતા ભાજપના શિસ્‍તના ધજાગરા ઉડયા!

ભાજપી સભ્‍ય કોંગ્રેસમાં જોડાતા ભાજપના શિસ્‍તના ધજાગરા ઉડી જવા પામ્‍યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પોતાનું માઈક્રો પ્‍લાનિંગ હોવાનું જણાવી સ્‍થાનિક ભાજપના આગેવાનોને વિરોધ બાદ પણ જીદ પકડી કોંગ્રેસમાંથી આવેલા પ્રકાશભાઈને ટિકિટ અપાવનાર પોતાને ચાણકય સમજતા નેતા પણ ટીકા પાત્ર બનાવ પામ્‍યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા બેઠકમાં આ નેતાના ગામમાં ભાજપને માત્ર બે આંકડામાં જ સરસાઈ મળી હતી. પોતાના સિવાય બીજા ગામની મતદાર યાદીમાં નામ નોંધાવી સલામત બેઠક પરથી ચૂંટાઈને પોતાના પર બધો ભાર લઈને ચાલતા નેતાની પ્રકાશ પટેલના કિસ્‍સામાં ચાણકય નીતિ ફેઈલ થઈ જવા પામી છે. જોકેઘણા સમયથી સંગઠનની નબળી કામગીરી પણ જવાબદાર હોવાનું કહેવાય છે.

Related posts

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment