September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહિલાઓ સંચાલિત પરવાસા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં દૂધના ઓછા ભાવ, ફેટ અને માપને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવેલો વિરોધ

પ્રમુખ કલાવતીબેન અને અન્‍ય કમિટી સભ્‍યો વિરુદ્ધ હલ્લાબોલ મંડળીના તમામ સભાસદો એક થઈ પ્રમુખ કલાવતીબેન સહિત સંપૂર્ણ કમિટીને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો લેવામાં આવ્‍યો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના પરવાસા ગામ ખાતે છેલ્લા 26 વર્ષથી કાર્યરત મહિલાઓ સંચાલિત પરવાસા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લિમિટેડનો કારભાર ફક્‍ત મહિલાઓ ચલાવી રહી હોય જેને લઈ આ મંડળીના પ્રમુખ કલાવતીબેન દેવાભાઈ પટેલ સહિત તમામ કમિટી સભ્‍યો પણ મહિલાઓ જ છે.
આ મંડળીમાં 292 જેટલા સભાસદો હોય અહીં આશરે 4500 લિટર જેટલું દૂધ રોજ જમા થતું હોય દૂધ ભરતા મહિલાસભાસદોને સારી એવી આવક વર્ષ દરમિયાન ફક્‍ત દૂધ દ્વારા મળી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મહિલા સંચાલિત દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી અનેક રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બુમ ઉઠી રહી છે. દૂધની ફેટ ઓછી આવવી જેને લઈ દૂધનો ભાવ પાણી કે છાશ કરતા પણ ઓછો મળવો દૂધના વજનમાં ગોબાચારી અને ઓછા ભાવ જેવા થઈ રહેલ ભ્રષ્ટાચારને લઈ આ મહિલા દૂધ મંડળીના પ્રમુખ કલાવતીબેન તથા અન્‍ય તમામ કમિટી સભ્‍યો વિરુદ્ધ હલ્લાબોલ કરી અને આ કમિટીને બદલી નવી કમિટીની રચના કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ ચાર દિવસથી તમામ સભાસદો મંડળી પાસે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોતાનો કામ ધંધો છોડી પોતાને ન્‍યાય મળશે ની આશાએ સવારથી મંડળી પર આવી ભેગા થતા સભાસદોને મંડળીના પ્રમુખ પોતે હાજર ન રહી અને જે થાય એ કરી લેવાની ધમકી આપતા હોય સભાસદોએ કંટાળીને આજરોજ રસ્‍તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્‍યો હતો. તેઓએ જણાવ્‍યું હતું કે, ખૂબ જ મહેનત અને ગાય, ભેંસ જેવા પશુને પાળવા એમનો ચારો તથા અન્‍ય મહેનત કર્યા પછી પણ જો પાણી કરતા પણ દૂધ સસ્‍તુ આપવું પડતું હોય જેના વિરોધમાં આજે અહીં અમે દૂધ ઢોળી વિરોધ નોંધાવીએ છીએ.
આ સમસ્‍યા અંગેનીજાણ પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈનાઓને થતા તેઓ સુખેશના સરપંચ પુનિત પટેલ, સોંઢલવાળાના સરપંચ અજય પટેલ તથા આ ગામના જ સરપંચ સુમન પટેલ સાથે અહીં આવી મોટી સંખ્‍યામાં હાજર મંડળીના સભાસદોને મળી આ સમસ્‍યા શાંતિથી હલ થાય એવો નિર્ણય કરવાનો તમામ સભાસદોને સમજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો.
અંતમાં અહીં ઉપસ્‍થિત તમામ સભાસદોએ એક ઠરાવ કરવાનો નિર્ણય કરી આ કમિટી અને પ્રમુખને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

દમણની ડિસ્‍ટ્રિક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણના આંટિયાવાડ ખાતે થયેલ હત્‍યાના પ્રયાસમાં આરોપી વિજય રાવતને પાંચ વર્ષની કેદ

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

Leave a Comment