July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.02: ચીખલી પોલીસેને.હા.નં-48 ઉપર આલીપોર રેલવે ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર ટેમ્‍પોમાં કતલખાને લઈ જવાતી બે જેટલી ગાયને ઉગારી લઈ એક ને ઝડપી પાડી ટેમ્‍પો ચાલક સહિત બે ને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર ગૌરક્ષક પ્રેમસિંગ ગાજીનાથ ગૌસ્‍વામીની ચીખલી નજીકના આલીપોર ને.હા.નં-48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર આલીપોર રેલવે બ્રીજની આગળ સર્વિસ રોડ પર છોટા હાથી ટેમ્‍પો નં.જીજે-15-એટી-9337 માં બે ગાય ને કતલખાને લઈ જવાતી હોવાની બાતમીના આધારે પીએસઆઈ-એચ.એસ.પટેલ સહિતનો સ્‍ટાફ સાથે જઈ ટેમ્‍પાની તલાશી લેતા ટેમ્‍પાના પાછળના ભાગે બે જેટલી ગાયને ટૂંકા દોરડાથી બાંધેલા હોય અને ટેમ્‍પામાં પશુના ખાવા માટે ઘાસચારાની કે પાણી વ્‍યવસ્‍થા ન હતી. જેથી પોલીસે ટેમ્‍પાનો કબ્‍જો લઈ જેમાં એક કાળા કલરની જર્સી ગાય ઉ.વ.આ-3 કિં.રૂ.12,000/- તથા એક સફેદ કાળા કલરની ગાય (ઉ.વ.આ-6) જેની કિં.રૂ.6,000/- મળી કુલ્લે રૂ.18,000/- કબ્‍જે કરી છોટા હાથીમાં ક્‍લીનર સાઇડે બેસેલ ભૂમિન દિનેશભાઈ પટેલ (રહે.સોનવાડા પટેલ ફળીયા પોસ્‍ટ-ડુંગરી તા.જી.વલસાડ) ને ઝડપી પાડ્‍યો હતો. જ્‍યારે ટેમ્‍પો ચાલક જયેશ પટેલ (રહે.રેલીયા ફળીયા પોસ્‍ટ-ડુંગરી તા.જી.વલસાડ) તેમજ ગાયભરી આપનાર ઈમરાન ફકીર શેખ (રહે.ગોરગામ તીધરા તા.જી.વલસાડ) એમ બે ને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલે હાથ ધરી હતી.
જોકે આ બંને ગાયને સોનવાડા પટેલ ફળીયા ખાતેથી ભરી નવસારી આગળ ધોળા પીપળા ખાતે જઈ ઉભી રહેવાની સૂચના આપી હોવાનું પકડાયેલ ભૂમિન પટેલે પોલીસને જણાવ્‍યું હતું.

Related posts

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ ગામના હર્મિત પટેલની એબીવીપી દ્વારા મંત્રી તરીકે નિમણૂક કરાતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment