Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અંભેટી ગામે પોલીસ સ્‍વાંગમાં આવેલ 5 ઈસમો ઘરમાં ઘૂસી રૂા.2.20 લાખ લૂંટ કરનારા ગેંગના બે આરોપી ઝડપાયા

હોળીના દિવસે ઘરે ગેંગ ત્રાટકી હતી : રોકડાની લૂંટ ચલાવનારા પૈકી અનિલ બાપુડ ધો. પટેલ, સંજય ધીરૂ ધો. પટેલ ઝડપાઈ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગત હોળીના દિવસે કપરાડાના અંભેટી ગામે ખરેડા ફળીયામાં રહેતા મનીષ રણછોડભાઈ ધો. પટેલના ઘરે પોલીસની ઓળખ આપી આવેલા પાંચ અજાણ્‍યા ઈસમો હોળીના તહેવારમાં ઉઘરાવેલ ફંડ ફાળાના રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ કરી કારમાં મનિષ પટેલ અને તેના મિત્રનું અપહરણ કરી ગયા હતા. આ લૂંટ પ્રકરણના પાંચ આરોપી પૈકી બે આરોપીને એલસીબીએ ઝડપી પાડી રૂા.2.20 લાખની રોકડ રિકવર કરી હતી.
ગુના અંગે ફરિયાદ બાદ એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. પો.સ.ઈ. જે.એન. સોલંકીને બાતમી મળી હતી કે લૂંટ-ધાડમાં સંડોવાયેલ ટોળખીના બે સભ્‍યો અંભેટીના ખરેડા ફળીયા પંચનાથ મહાદેવ મંદિર પાસે કોલક નદીના પુલ પાસે સિલ્‍વર કલરની અલ્‍ટીકા કારમાં બેસેલા છે. આ બાતમી બાદ એલ.સી.બી. ટીમ બાતમી વાળી જગ્‍યાએ પહોંચી હતી. આરોપી અનીલ બાપુડભાઈ ધો. પટેલ તથા સંજય ધીરૂભાઈ ધો.પટેલને ઝડપીપાડયા હતા તેમજ તેમના કબજામાં રહેલ રૂા.2.20 લાખના રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે આરોપીઓને નાનાપોંઢા પોલીસને સોંપવામાં આવ્‍યા હતા. આરોપી ગેંગે ચૂંટણી સમયે તમે ઘરમાં વધારે પૈસા ના રાખી શકો તેવી ધમકી આપી લૂંટ ચલાવી હતી. પકડાયેલ આરોપી પૈકી સંજય પટેલ વિરૂધ્‍ધમાં વડોદરા પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાયેલ છે. આ પ્રકરણના સહઆરોપી ચંપક બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફે વિકી છોટુ ધો. પટેલ, સંજય નટુ ધો. પટેલને પોલીસ શોધી રહી છે. પોલીસે રોકડા રૂા.2.20 લાખ અને રૂા.5 લાખની કાર મળી કુલ રૂા.7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Related posts

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

Leave a Comment