December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

દાનહ બેઠક ઉપર તમામ રાજકીય અગ્રણીઓ અને મોદી સમર્થકો પ્રયાસ કરે તો ભાજપના કલાબેન ડેલકરની બિનહરીફ વિજેતા બની શકવાની પણ પ્રગટ થયેલી સંભાવના

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપે શ્રીમતી કલાબેન ડેલકરના નામની જાહેરાત કર્યા બાદ પક્ષમાં ભારે અસંતોષ દેખાતો હતો અને બળવો થવાની ભીતિ પણ પ્રગટ થઈ રહી હતી. પરંતુ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલની સમયસૂચકતા ભરેલી રણનીતિ અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા વિકાસના કામોના કારણે અત્‍યાર સુધી ભાજપના અસંતોષે જ્‍વાળાનું સ્‍વરૂપ પકડયું નથી.
દાદરા નગર હવેલી ભાજપમાં શ્રીમતી કલાબેન ડેલકર સામે જીતી શકે એવા ઉમેદવારમાં પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલનું નામ મોખરે આવે છે. ત્‍યારબાદ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન અને શ્રીમતી નિશાબેન ભવરની ગણતરી માંડવી પડે અને યુવા નેતા તથા આગેવાન ધારાશાષાી અને પ્રદેશના આદિવાસી ગૌરવ ગણાતા શ્રી સનીભાઈ ભીમરા પણ ભાજપની ટિકિટ મળી હોત તો શ્રીમતી કલાબેન ડેલકરને 2021ની તુલનામાંકટોકટ લડાઈ આપવા સમર્થ હતા અને સંભવ છે કે, પરિણામ ભાજપની તરફેણમાં આવવાની પણ સંભાવના હતી. કારણ કે, છેલ્લા સાત-આઠ વર્ષમાં દાદરા નગર હવેલીના અનેક વિકાસના કામો થયા છે. પ્રદેશના લોકોએ ફરી એક વખત શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી રાખ્‍યું હતું. કેન્‍દ્રમાં મોદી સરકારની હેટ્રિક પાક્કી હોવાથી દાદરા નગર હવેલીના લોકો ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવા ઈચ્‍છતા નહીં હતા. તેમાં શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપની ટિકિટ મળતાં આ બેઠક હવે 100 ટકા ભાજપના ખોળે ગઈ હોવાનું અત્‍યારના તબક્કામાં માનવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, શ્રીમતી કલાબેન ડેલકરે કરેલા ભાજપ પ્રવેશથી ડેલકર પરિવારના બહુમતિ સમર્થકો નારાજ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. પરંતુ તેની સામે દાદરા નગર હવેલીમાં ભાજપ અને શ્રીમતી કલાબેન ડેલકરને પડકાર આપી શકે એવા કોઈ ચહેરા અત્‍યાર સુધી દેખાતા નથી. હાલમાં ભારત ટ્રાઈબલ પાર્ટીએ પોતાના ઉમેદવારની ઘોષણા કરી છે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ગમે તે ઘડીએ જાહેર કરે એવી સંભાવના છે, પરંતુ દાદરા નગર હવેલીમાં મુખ્‍ય જનાધાર ભાજપ અને ડેલકર પરિવારનો જ છે એ સત્‍ય ભૂલવું નહીં જોઈએ.
દાદરા નગર હવેલી બેઠક ઉપર તમામ રાજકીય અગ્રણીઓ અને મોદી સમર્થકો પ્રયાસકરે તો આ બેઠક ઉપરથી ચૂંટણી પણ ટળી શકે એવો માહોલ છે. કારણ કે, એક બાજુ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો પ્રભાવ છે, બીજી બાજુ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા વિકાસના કામોનો હિસાબ છે અને ત્રીજી બાજુ ભાજપના ઉમેદવાર તરીકે વર્ષોથી વિરોધમાં રહેલા ડેલકર પરિવારના શ્રીમતી કલાબેન ડેલકર ઉમેદવાર છે ત્‍યારે દાદરા નગર હવેલી બેઠક ઉપરથી ચૂંટણી ટળી શકે છે અથવા દોસ્‍તાના જંગ લડી એક તરફી વિજય થવા તરફ ભાજપનું પ્રસ્‍થાન દેખાય છે.

Related posts

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

Leave a Comment