July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

પોલીસે રોકડા રૂપિયા-મોબાઈલ મળી 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો: પાર્સલ ડબ્‍બામાં ચાલુ ટ્રેનમાં જુગાર રમાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: રેલવેમાં દારૂ હેરાફેરીના કિસ્‍સા અવાર નવાર બહાર આવે છે પરંતુ ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયાનો બનાવ પ્રકાશમાં આવ્‍યો છે. પોરબંદર-બાન્‍દ્રા ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં જુગાર રમતા 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.
સુરતથી વિકલાંગ ડબ્‍બામાં પોરબંદર-બાન્‍દ્રા ટ્રેનમાં કેટલીક મહિલા અને પુરુષો બેસી ગયેલા બાદમાં એ તમામ પાર્સલ ડબ્‍બામાં ગોઠવાઈ જઈને ચાલુ ટ્રેનમાં હાર-જીતનો જુગાર શરૂ કરેલો. પોલીસને બાતમી મળી ગઈ હતી. તેથી બીલીમોરા અને અમલસાડ સ્‍ટેશનથી પોલીસે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. અંતે પાર્સલ ડબ્‍બામાં ચાલુ ટ્રેનમાં 9 પુરુષો અને 7 મહિલા મળી કુલ 16 જણા બિંદાસ જુગાર રમી રહેલા ઝડપી પાડયા હતા. પોલીસે વલસાડ સ્‍ટેશને તમામને નીચે ઉતારી રેલવે પોલીસમાં કાયદેસરની 17 જુગારીયા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી. કાર્યવાહીમાં પોલીસે 40 હજાર રોકડા અને મોબાઈલ મળી 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

Leave a Comment