December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ગોરમાવડી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન શ્રી વણાકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ગઈકાલે ગોરમાવડીને શાકભાજી માર્કેટ વણાકબારા ખાતે નવ ગોરમાવડીને લાવવામાં આવ્‍યા અને લોકોએ આસ્‍થા સાથે માતાજીને હિંડોળે હિચાકાવી આશીર્વાદ લીધા હતા, આજે ગોરમાવડીની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. વણાકબારા આઝાદ ચોક ખાતે નવ માતાજીને વાજતે ગાજતે લાવવામાં આવ્‍યા આ નવ માતાજીઓ? એકઠા થયા બાદ આઝાદ ચોકથી તેઓ વણાકબારા મુખ્‍ય માર્ગ પર થઈને જે કુવામાં માતાજીનુ વિસર્જન કરવાનું છે ત્‍યાં લઈ જવામા આવ્‍યા ત્‍યાં માતાજીને વિધિવત પુજા-અર્ચના કરી માતાજીના ગરબા રમી અને કુવામાં વિસર્જન કર્યું હતું. આ રીતે બે દિવસીય ગોરમાવડી મહોત્‍સવનું આજરોજ સમાપન થયું હતું. આ રીતે લોકે શ્રદ્ધા અને આસ્‍થા સાથે ગોરમાવડી મહોત્‍સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગોરમાવડી મહોત્‍સવમાં દીવ સહિત ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરેના ભાવિ ભક્‍તો જોડાય છે. ખાસ કરીને વણાકબારામાં ગોરમાવડી ઉત્‍સવ માછીમારો દ્વારા ઉજવવામાં આવે છે.

Related posts

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

Leave a Comment