October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના આપેલા પોલીસ રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના સાયલી ગામે નહેર નજીકથી અજાણી મહિલાની લાશ મળી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.03 એપ્રિલ, 2024ના રોજ સાયલી મેઢાપાડા નહેર પાસે પ્‍લાસ્‍ટિકની બોરીમાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની ખબરના આધારે પોલીસ અને એફ.એસ.એલ.ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. જેમાં આ લાશ એક મહિલાની હોવાનું જાણવા મળ્‍યું હતું અને એમનું ગળું દબાવીને હત્‍યા કરેલ હોવાનું માલૂમ પડયું હતું.
મહિલાની ઓળખ કરતા એમનું નામ સુમિત્રા મગન તુમડા (ઉ.વ.36) રહેવાસી બેડમાળ, વઘઇ-ગુજરાત. આ ઘટના અંગે સાયલી પોલીસ ઇન્‍ચાર્જ અને ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ટેક્‍નિકલ સ્‍ટાફ દ્વારા તપાસ કરતા (1)પાંડુ ભીખુ વાતાસ (ઉ.વ.29) રહેવાસી ઉમેદભાઈની ચાલ, કરાડ-દાનહ અને મૂળ રહેવાસી તેરી ચીખલી- કપરાડા- ગુજરાત, (2)દિનેશ સીતારામ ડગળા (ઉ.વ.22) રહેવાસીલીલાબેનની ચાલ, કરાડ અને મૂળ રહેવાસી ચેપા, તા.કપરાડા-ગુજરાત, (2)સુનિલ જાનુ પાગી જે હાલ રહેવાસી લીલાબેનની ચાલ કરાડ અને મૂળ રહેવાસી મોટી પલસાણ-કપરાડા-ગુજરાત. ત્રણેય આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કરાયા હતા. આગળની વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment