Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

પ્રદેશમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણી માટે બહાર પડાયેલું જાહેરનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંસદીય બેઠકો માટે આજે મુખ્‍ય ચૂંટણી અધિકારીશ્રીએ જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ પણ થયો હતો.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક ઉપર એક પણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું હોવાનો રિટર્નિંગ ઓફિસરોની અખબારી યાદીમાં જણાવાયું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક માટેની ચૂંટણીનું સમયપત્રક આ પ્રમાણે છે.
ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ, 2024 શુક્રવાર, ઉમેદવારી પત્રક ચકાસણીની તા.20 એપ્રિલ, 2024 શનિવાર, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તા.22 એપ્રિલ, 2024-સોમવાર, ચૂંટણીની તા.7 મે, 2024 મંગળવાર સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી રહેશે.
ઉમેદવારી પત્રક જાહેર રજાનાદિવસો સિવાય નિર્ધારિત તારીખ સુધી સવારે 11:00 વાગ્‍યાથી 3:00 વાગ્‍યા સુધી ભરી શકાશે.

Related posts

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

Leave a Comment