December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્‍કારિક બચાવ

દમણથી મુસ્‍લિમ પરિવાર કારમાં સવાર થઈ સુરત જતુ હતુ ત્‍યારે અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નેશનલ હાઈવે નંદાવાલા ખાડાના પુલ પાસે રવિવારે સાંજે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.દમણથી મુસ્‍લિમ પરિવાર પોતાની બ્રેઝા કારમાં સુરત જતો હતો તે દરમિયાન ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. ચાલકે કારનો કાબુ ગુમાવતા ખાડીના પુલ પાસે કાર પલટી મારી ગઈ હતી. કાર ખાડીમાં પડતા માંડ માંડ બચી હતી. અકસ્‍માતમાં કાર સવાર 6 મહિનાની બાળકી સહિત તમામનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
દમણથી મુસ્‍લિમ પરિવાર તેમની બ્રેઝા કાર નં.જીજે 15 આરડબલ્‍યુ 2642 માં સવાર થઈને સુરત ઘર તરફ જવા નિકળેલ તે દરમિયાન કાર વલસાડ નંદાવાલા હાઈવે ખાડીના પુલ પાસેથી રવિવારે સાંજે પસાર થતી હતી ત્‍યારે ચાલકે અચાનક સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સ્‍થાનિક લોકો અકસ્‍માત સ્‍થળે દોડી આવીને તમામને ઊંધી પડેલી કારમાંથી બહાર કાઢયા હતા. તમામ ઘાયલ મુસાફરોને 108 દ્વારા નજીકની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તબીબોએ જણાવ્‍યું હતું કે, તમામ સ્‍વસ્‍થ છે. તમામ મુસાફરોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.

Related posts

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

vartmanpravah

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

Leave a Comment