October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદથી ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશે વ્‍યક્‍તિ ઘડતરથી લઈ સામાજિક નવનિર્માણ સુધી પ્રસરાવેલી પોતાની ક્રાંતિ

પરિવર્તન અને વિકાસ કોને કહેવાય? તે જોવું હોય તો દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત લેવી જરૂરી બને છે. કારણ કે, છેલ્લા છ-સાડા છ વર્ષથી શરૂ થયેલી બદલાવની સતત પ્રક્રિયા બાદ આજે આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશે વ્‍યક્‍તિ ઘડતરથી લઈ સામાજિક નવનિર્માણ સુધી પોતાની ક્રાંતિ પ્રસરાવી છે. જેમાં વહીવટી ઈચ્‍છાશક્‍તિ, પ્રશાસનિક કાર્યકુશળતા અને વિકાસની દીર્ઘદૃષ્‍ટિનો ફાળો મુખ્‍ય રહ્યો છે.
આજથી લગભગ સાડા છ વર્ષ પહેલાં એટલે કે,29મી ઓગસ્‍ટ, 2016ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્‍યાર સંભાળ્‍યો હતો. તેમણે શરૂઆતમાં દમણ અને દીવની ભૌગોલિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક અને આર્થિક ગતિવિધિને સમજી તેનો અભ્‍યાસ કર્યા બાદ લીધેલા લગાતાર પગલાંના કારણે આજે દમણ-દીવ જ નહીં, પરંતુ દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસીના ચહેરા ઉપર પણ રોનક આવી શકી છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે કોઈને ધન દૌલત આપ્‍યા નથી, કોઈને પણ ગેરકાનૂની કામ માટે પ્રોત્‍સાહન આપ્‍યું નથી, કોઈની પણ નોકરી માટે ભલામણ કરી નથી. પરંતુ તેમણે કાયદો-વ્‍યવસ્‍થા અને પારદર્શક વહીવટની સાથે ઉચ્‍ચ શિક્ષણના ખોલેલા અનેક દ્વારોના કારણે સામાન્‍ય લોકો સ્‍વમાનભેર જીવી શકવા સક્ષમ બન્‍યા છે. તેમણે પ્રદેશમાં નવી શૈક્ષણિક અને વૈચારિક ક્રાંતિની શરૂઆત કરાવી છે. જેના કારણે સામાન્‍ય માણસોનું મનોબળ વધ્‍યું છે અને જેઓ અસામાન્‍ય હતા તેમને સામાન્‍ય બનવાની ફરજ પડી છે. તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા પણ પડેલી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની હાલના સમય સાથે તુલના કરવી હોય તો ઓગસ્‍ટ, 2016 પહેલાંનો પ્રદેશ અને ગોવા, દમણ અને દીવસંયુક્‍ત કેન્‍દ્ર શાસિત પ્રદેશ હતા ત્‍યારથી લઈ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ મે, 1987થી ઓગસ્‍ટ, 2016 સુધી થયેલા વિકાસના લેખાં-જોખાં કરવા આવશ્‍યક છે.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસની સરખામણી રોડ, રસ્‍તા કે બિલ્‍ડીંગોના નિર્માણ સાથે કરવાની નથી. રોડ, રસ્‍તા અને બિલ્‍ડીંગો તો મજબૂત અને ટકાઉ બનવાની જ છે. પરંતુ જે સાડા છ વર્ષના કાર્યકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદથી પ્રદેશની વિચારધારામાં આવેલા પરિવર્તનની કરવામાં આવી છે. જેના કારણે અગામી દાયકામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો સમગ્ર રાષ્‍ટ્રમાં તો વાગવાનો જ છે પરંતુ તેની ધ્‍વનિ દુનિયા સુધી પહોંચશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્‍ટ, 2016ના રોજ પદભાર સંભાળ્‍યા બાદ ગણતરીના ચાર દિવસોની અંદર તત્‍કાલિન રાષ્‍ટ્રપતિ સ્‍વ. શ્રી પ્રણવ મુખરજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, તત્‍કાલિન ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંઘ, તત્‍કાલિન ગૃહ રાજ્‍યમંત્રી શ્રી કિરણ રિજીજુ, તત્‍કાલિન ગૃહ સચિવ શ્રી રાજીવ મહર્ષિ, પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ પ્રિન્‍સિપલ સેક્રેટરી શ્રી પી.કે.મિશ્રા, તત્‍કાલિન સંયુક્‍ત ગૃહ સચિવ શ્રી હિતેશ મકવાણા તથા ગુજરાતના તત્‍કાલિન રાજ્‍યપાલસ્‍વ. ઓ.પી.કોહલી સાથે મુલાકાત કરી પોતાની પ્રતિભા અને સામર્થ્‍યના દર્શન કરાવવાની સાથે પ્રદેશના ઈતિહાસની કરવટ બદલવાની પણ શરૂઆત થઈ હતી.

Related posts

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

નાની દમણ ઝાંપાબાર સ્‍થિત તનિષ્‍કા જ્‍વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

Leave a Comment