June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ ભગવાન રામનો મહિમા રામલલાના ભક્‍તોમાં વ્‍યાપક જોવા મળી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી તેમજ વલસાડ શહેરમાં આવતીકાલે બુધવારે રામ નવમીના પવિત્ર શુભ દિને ભવ્‍ય શોભાયાત્રાઓ વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્‍થાઓ દ્વારા નિકળવાની છે.
ગત તા.22મી જાન્‍યુઆરીએ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરનો યોજાયેલ પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ સમગ્રજન જન સમાજમાં રામનો મહિમા વધી ચૂક્‍યો છે. પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ બાદ પ્રથમ રામ નવમી આવી રહી હોવાથી વાપી-વલસાડમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢવાના આયોજન થઈ ચૂક્‍યા છે. બન્ને શહેરોમાં તોરણ તેમજ ઠેર ઠેર ગેટ ઉભા કરવામાં આવ્‍યા છે. રામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા રામ નવમીના અવસરે શોભાયાત્રા નિકળનાર છે. શોભાયાત્રામાં હજારો રામભક્‍તો શણગારેલા વાહનો દ્વારા જોડાશે. યાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્‍વાગત સન્‍માન કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લામાં રામ નવમીને ભવ્‍ય ઉજવણી કરવાનો રામ ભક્‍તોમાં થનગનાટ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.
વાપીમાં શોભાયાત્રામાં વલ્લભનગર ગ્રાઉન્‍ડ છીરીથી નિકળશે. અંબામાતા સર્કલ, જ્ઞાનધામ સ્‍કૂલ થઈ, ઉમિયા સર્કલ, વંદે માતરમ ચોક ગુંજન, પ્રાઈમ સર્કલ થઈ મોરારજી દેસાઈ સર્કલથી રામલીલા મેદાનમાં પહોંચશે. જ્‍યાં મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે.

Related posts

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

મુસ્‍કાન એનજીઓ વાપી દ્વારા હિન્‍દી દિવસ નિમિત્તે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ કામગીરીમાં પાણીની લાઈનો તૂટી રહી હોવાની ફરિયાદ

vartmanpravah

માંડા એબી રોલિગ મિલના ધ્‍વનિ, વાયુ અને પ્રવાહી પ્રદૂષણથી સ્‍થાનિકો ત્રાહીમામ

vartmanpravah

Leave a Comment