December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૨૬-વલસાડ (અ.જ.જા.) લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇએએસ) અને પોલીસ ઓબ્ઝર્વર શ્રીનાથ મહાદેવ જોશી(આઇપીએસ) એ જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમની મુલાકાત લીધી

ચૂંટણી પ્રક્રિયા સંબધિત સી-વિજિલ, ૧૯૫૦ હેલ્પલાઇન ડેસ્ક અને એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬ – વલસાડ (એસ. ટી ) સંસદીય મતવિસ્તારની ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વલસાડ બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી તરણ પ્રકાશ સિહા(આઇ.એ.એસ.) અને પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી શ્રીનાથ મહાદેવ જોશી (આઇ.પી.એસ) ને નિયુકત કરવામાં આવ્યા છે.
૨૬- વલસાડ(એસ.ટી.) સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે ઊભા કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.), અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી શ્રીનાથ મહાદેવ જોશીએ આજરોજ તા. ૧૯ મી એપ્રિલના રોજ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.) અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી શ્રીનાથ મહાદેવ જોશીએ ચૂંટણી સંબધિત સી વીજીલ એપ પર આવતી ફરિયાદો, ચૂંટણીના હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સામાન્ય માણસની ચૂંટણીલક્ષી સામાન્ય જાણકારીઓ માટે આવતી પૃચ્છા વગેરેની જાણકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ અને ફરિયાદ નિવારણ અને વોટર હેલ્પલાઇનના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી બી. જે. પટેલે આપી હતી. ચૂંટણી જાહેર થયા તા. ૧૬ મી માર્ચ, ૨૦૨૪ થી સી.વીજીલ એપ કાર્યરત કરી દેવામાં આવી હતી. સી. વીજીલ એપ પર તા. ૧૬ મી માર્ચ થી ગત તા. ૧૮ મી એપ્રિલ સુધી સામાન્ય નાગરિકો કરવામાં આવેલી ૩૨ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાની સ્થાનિક ચેનલ અને રીજીયોનલ ચેનલ પર આવતા ન્યુઝના મોનીટરીંગ માટેના એમ. સી. એમ. સી. કંટ્રોલરૂમના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકે એમ. સી. એમ. સી. કમિટી અંતર્ગત નિયુકત થયેલા સભ્યો અને આ કમિટી દ્વારા પેઇડ ન્યુઝ અને ઉમેદવારોના જાહેરાતના ખર્ચના નિયંત્રણમાં એમ. એમ. સી. કમિટીની ભૂમિકા અંગે વિગતે જાણકારી આપી હતી.

Related posts

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

Leave a Comment