Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

જિલ્લાના વિવિધ સોશિયલ મિડિયા ઈન્‍ફલુએન્‍ઝરોને વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 સંદર્ભે 26-વલસાડ બેઠક પર આગામી તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે વલસાડ જિલ્લામાં દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે વલસાડ જિલ્લાના સોશિયલ મિડિયા ઈન્‍ફલુએન્‍ઝરો સાથે જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારીશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ હતી.
ઈન્‍ફલુએન્‍ઝર મિટમાં સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરોને લોકસભા સામાન્‍ય ચૂંટણી- 2024 અંતર્ગત મતદાતાઓને પાંચ મુદ્દાની વાત અંગે જાગૃતિ ફેલાવવા આપીલ કરવામાં આવી હતી. આ પાંચ મુદાઓ જેવા કે, મતદાતાઓએ મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે શોખવું, કયા મતદાન મથક (બૂથ) પર મતદાન કરવું, કયા કયા પુરાવાઓ (આઈડી કાર્ડ)થી મતદાન થઈ શકે છે તેમજ મતદાનની તારીખ અને સમય વિશેલોકોને સોશિયલ મીડિયા માધ્‍યમ મારફતે માહિતગાર કરવા જણાવાયું હતું. સાથે સાથે લોકોને શું મતદાનના દિવસે સવેતન જાહેર રજા હોઈ શકે? એવો પ્રશ્ન હોય તો ગુજરાત સરકાર તરફથી દરેક ક્ષેત્રે સવેતન રજા જાહેર કરવામાં આવી છે એવી જેથી દરેક કામદાર – કર્મચારીઓ મતદાન કરી શકે છે એમ જણાવ્‍યું હતું. દરેક સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરો પોતપોતાના સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ મારફતે લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી જિલ્લામાં વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ કરવામાં આવી હતી.
ઈન્‍ફલુએન્‍ઝર મિટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, પ્રોબેશનરી આઈએએસ અને જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહઃ સાયલીમાં ટેમ્‍પો રિવર્સ લેતી વખતે યુવાન નીચે આવી જતાં ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment