Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

રસાકસી માત્ર કોંગ્રેસ-ભાજપ વચ્‍ચે છે, બાકીના ઉમેદવારો ડિપોઝીટ સાચવવાની ત્રેવડમાં નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ-ડાંગ લોકસભાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.7 મેના રોજ યોજાઈ રહી છે તે પહેલા ફોર્મ ખેંચવાની અંતિમ તા.21 એપ્રિલે જિલ્લા લોકસભા ચૂંટણીનું ચિત્ર ક્‍લિયર થઈ ગયું હતું. ભાજપ-કોંગ્રેસ તેમજ ત્રણ અન્‍ય પાર્ટી અને બે અપક્ષ સહિત સાત ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવેલુ છે.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ તરફથી ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, કોંગ્રેસ તરફથી અનંતભાઈ હસમુખ પટેલ તેમજ બહુજન સમાજ પાર્ટી (બી.એસ.પી.)માં માનક જગુભાઈ શાંકર, જન રિપબ્‍લિક સોશિયલીસ્‍ટ પાર્ટીના ઉમેશ મગનભાઈ પટેલ, રોકેવીર ઈન્‍ડિયન પાર્ટીમાંથી જયંતિ ખંડુભાઈ શાલુ તથા બે અપક્ષ ઉમેદવાર, રમણ કરશનભાઈ પટેલ અને ચિરાગ ભરતભાઈ પટેલ નામના કુલ 7 ઉમેદાવરો વલસાડ-ડાંગ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જો કે નોંધનીય છે કે, ચૂંટણીનો સીધો મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે છે. જ્‍યારે અન્‍ય પાંચ ઉમેદવારોની ડિપોઝીટ પણ બચશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે. 7મે મતદાનના દિવસે આ સાત ઉમેદવારો પૈકી મતદારો કોને કોને મત આપે છે તેનો ચૂકાદો તા.4 જૂનના રોજ ચૂંટણી પરિણામના દિવસે ચિત્રસ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

vartmanpravah

વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્‍ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

Leave a Comment