Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.30: નવસારી ઈટાળવા સ્‍થિત બ્‍લેક રેબિટ પોદાર સ્‍કૂલના પાસેના મેદાન પર વિમેન્‍સ ટર્ફ ટુર્નામેન્‍ટનું આયોજન તારીખ 28/4/24ને રવિવારે સાંજે 5 કલાકે કરવામાં આવ્‍યું હતું. જેમાં 7 ટીમે ભાગ લીધો હતો. દરેક ટીમમાં 8 મેમ્‍બર્સ લેવામાં આવ્‍યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કોમેન્‍ટ્રી આશિષભાઈ શાહ અને મેહુલભાઈ શર્માએ કરી હતી. નિર્ણાયકની ભૂમિકા હિતેશભાઈ પવાર તેમજ હર્ષિલભાઈ શાહે કરી હતી. સ્‍કોરબોર્ડ મેન્‍ટેઇન કરવાનું કામ રાહુલ સોની, કલ્‍પેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. ભોજન વ્‍યવસ્‍થા જલ્‍પેશ સાકરીયાએ કરી હતી. વિવિધ સ્‍પોન્‍સર્સનો સાથ સહકાર રહ્યો હતો. જેમાં પ્રિયા મેકઅપના પ્રિયંકાબેન, પ્‍લેનેટ એકેડેમીના હિતેશભાઈ મહેતા, યુનિવર્સ ઓવરસીસના મેહુલ શર્મા, વીએચશાહ ઈન્‍સ્‍ટિ. ઓફ કોમ્‍યુટર સાયન્‍સના ધરતીબેન શાહ, મોર્નિંગ કેક, વિજેતા ટીમને કોલ્‍ડડ્રીંક ચેતનાબેન પટેલ તેમજ સોશિયલ મીડિયા નવસારિયન્‍સનો જેસીઆઈ નવસારીએ આભાર માન્‍યો હતો.
આ ટુર્નામેન્‍ટમાં ગર્લ્‍સ ટાયટન ટીમ વિજેતા રહી હતી. જેમના કેપ્‍ટન ખુશી દેસાઈ હતા. ફર્સ્‍ટ રનર્સઅપ બુટલાવ હૃશ ટીમ રહી હતી. જેના કેપ્‍ટન જિયા પટેલ હતા. વિજેતા ટીમને તેમજ બેસ્‍ટ બોલરબેસ્‍ટ બેટ્‍સમેન અને મેન ઓફ ધી ટુર્નામેન્‍ટને પણ ટ્રોફી આપવામાં આવી હતી. ટીમનો જુસ્‍સો વધારવા માટે ZD JC યોગેશ્વરી રાઠોડ ખાસ પધાર્યા હતા. ટુર્નામેન્‍ટના પ્રોજેક્‍ટ ચેરમેન સુનિલભાઈ લાડ, પ્રો.કોઓર્ડીનેટર જલ્‍પેશ સાકરીયા, હર્ષિલ શાહ રહ્યા હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટની સફળતા માટે જેસીઆઈ નવસારીના પ્રેસિડેન્‍ટ કામિનીબેન શુક્‍લએ નવસારીજનો, ભાગ લેનાર ટીમ, સ્‍પોન્‍સર્સ તેમજ જેસીઆઈ નવસારી પરિવારનો આભાર માન્‍યો હતો.

Related posts

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

ચીખલી તાલુકાના પીપલગભણમાં પાણી પુરવઠા (વાસ્‍મો)માં ખદબદી રહેલા ભ્રષ્‍ટાચારનો બહાર આવેલો રેઢિયાળ કારભાર

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment