
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્યારે હાલ અમદાવાદ ખાતે એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા YMCA ક્લબ દ્વારા છ દિવસીય એક એસ્ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ભારતની મોટી મોટી હસ્તીઓ, ધર્મ ગુરૂ ઉપસ્થિત રહ્યા હતા, અને મુખ્ય અતિથિ તરીકે ડો.એચ.એસ. રાવત, ગુલશન ગ્રોવર, શકિત કપૂર, ભાગ્યશ્રી, આરતી છાવડીયા, મમતા સોની, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ઘોઘલાના રહેવાસી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષ ક્ષેત્રે પીએચડી પૂર્ણ થતાં પીએચડીની પદવી તથા એસ્ટ્રો સાઈન્સ વાસ્તુ એવોર્ડ 2024 ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરીસન્માનિત કર્યા હતા. આ એવોર્ડ મળતા દીવ ખાતે બ્રહ્મ સમાજ તથા તેમના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો, તથા દીવને ગૌરવ અપાવ્યું હતું.

