(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.07: ડાંગ જિલ્લાના વડા મથક આહવાના મિશનપાડા દેવધનભાઈ અનુપભાઈ સેવુર (ઉ.વ. 32) મહિના પૂર્વે જમણા પગમાં સડો, કિડની ફેઈલરની ફરિયાદ સાથે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે આવતા તેમને ઈમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કરી જરૂરી રિપોર્ટ કરાવી સર્જન ડો.નીરજ મહેતા અને તેમની ટીમ દ્વારા સારવાર શરૂ કરાઈ હતી અને ધીમે ધીમે રિકવરી આવવા સાથે પગમાં ચામડી મુકવાનું ઓપરેશન કરી તેમનો પગ અને જીવન બચાવી લઈ ત્રીસ દિવસ બાદ રજા આપવાના સમયે આ દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ વચ્ચે તેમની બિલ ચૂકવવા પ્રત્યેની નિષ્ઠા અને ઈમાનદારીને ધ્યાને લઈ સ્પંદન હોસ્પિટલનું સંચાલન કરતા કાયઝન ગ્રુપના ડાયરેકટર અનિલ દંતાની અને ડૉ.હિમાંશુ પટેલ દ્વારા એકમાનવતાવાદી હકારાત્મક નિર્ણય હોસ્પિટલમાં સારવાર અને દવાનું રૂા. 1.50 લાખ રૂપિયાનું બીલની રકમ માફ કરતા આ દર્દી અને તેમના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આહવા મિશનપાડાના આ આદિવાસી પરિવારે સ્પંદન હોસ્પિટલના તબીબ ડો.નીરજ મહેતા સહિતનો સ્ટાફ અને કાયઝન ગ્રુપના સંચલાકો તથા એડમીન સિડનીભાઈ વાઘેલા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.