October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ બનાવમાં એક મહિલા સહિત ત્રણ જેટલાનું મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના બામણવેલ પારસી ફળીયા ખાતે રહેતા મનીષ સોમાભાઈ રાઠોડ (ઉ.વ 34) જે પારસી ફળીયા પાસે ગુજરાતી સ્‍કૂલની પાછળ આવેલ નહેરમાં સવારના દસેક વાગ્‍યાના સમયે કપડા ધોવા માટે ગયો હતો. દરમ્‍યાન પોતાનો પગ અચાનક લપસી જતા નહેરના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જતાં જેનું મોત નીપજ્‍યું હતું. બનાવની ફરિયાદ સાવન કોલાભાઈ રાઠોડ (ઉ.વ.આ-24) એ કરી હતી.
જ્‍યારે બીજા બનાવમાં સુંથવાડ દીવાન ફળીયા ખાતે રહેતી મીનાક્ષીબેન વિપુલભાઈ પટેલ (ઉ.વ-35) પતિ વિપુલ સાથે રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર ચીખલી ખરીદી કરવા આવી હતી. દરમ્‍યાન પરત સુંથવાડ ઘરે જતી વેળા આલીપોર ભેંસાણીયા ફળીયા સર્વિસ રોડ ઉપર અચાનક મીનાક્ષી પટેલને ચક્કર આવતા અને મોટર સાયકલ પરથી નીચે પડતા માથાના ભાગે વાગતા સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાતા જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેનીફરિયાદ પતિ વિપુલ રમેશભાઈ પટેલ (ઉ.વ-40) (રહે.સુંથવાડ દીવાન ફળીયા તા.ચીખલી) એ કરી હતી.
જ્‍યારે ત્રીજા બનાવમાં ચીખલીના હલધરું કામરેજ ખાતે રહેતા અમરદીપ સુરેશ પાટીલ જે અમદાવાદ ખાતે આવેલ મારુતિ એર સિસ્‍ટમ કંપની તથા ગ્રીન ટેક ઈલેક્‍ટ્રિકલ એન્‍ડ ઈલેક્‍ટ્રોનિક્‍સ કંપનીનું કામ કરતો હોય અને આ બંને કંપનીઓ ચીખલીના સુંથવાડ સ્‍થિત વારી કંપનીમાં કોન્‍ટ્રાકટ રાખેલ હોય જે કંપનીમાં સૂરજ કિશોર બાસકોડ તથા અમરદીપ સુરેશ પાટીલ સાથે વારી કંપનીના એઇએસ પ્‍લાન્‍ટમાં કામ કરી રહ્યા હતા. દરમ્‍યાન આશરે 25-ફૂટ ઉપર થાંભલા પર ચડીને પંખો ફિટ કરી રહ્યો હતો તે સમયે કંપનીના આઈ બીમમાં અમરદીપ પાટીલ નીચે પટકાતા ડાબા હાથ તથા ગળાના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ અમોલ નારાયણ પાટીલ (ઉ.વ-29) (રહે.સુરાયગામ તા.શીંગખેડા જી.ધૂલિયા, મહારાષ્‍ટ્ર) એ કરતા ઉપરોક્‍ત ત્રણેય ગુનાની તપાસ પીએસઆઇ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

Leave a Comment