Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

ચીખલીના બલવાડા ગામે ટેમ્‍પો ડિવાઈડર ક્રોસ કરી સામે આવી રહેલી બસ સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વાપી ખાતે બાયર ડ્રોપ્‍સ સાયન્‍સ કંપની આવેલ છે. આ કંપનીના વર્કરો બીલીમોરા-આંતલિયા-ચીખલી વિસ્‍તારમાં રહેતા હોય કંપની દ્વારા વર્કરોને લેવા અને મુકવા માટે કંપનીની જ બસ રાખવામાં આવી હતી. દરમ્‍યાન શનિવારની સવારના સમયે રાબેતા મુજબ કંપનીની બસ નં-જીજે-15-એવી-7886 માં 15 થી 20-જેટલા વર્કરોને લઈ વાપી ખાતે જઈ રહ્યા હતા. દરમ્‍યાન બલવાડા ને.હા.નં-48 ઉપર શાહી ચસ્‍કા હોટલ પાસે વાપીથી સુરત તરફ જઈ રહેલ ટેમ્‍પો નં-એમએચ-48-એજી-0049 ના ચાલકે પોતાના કબ્‍જાનો ટેમ્‍પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ડિવાઈડર કુદાવી વાપી તરફ જઈ રહેલી બસ સાથે અકસ્‍માત સર્જાતા બસમાં સવાર 14-જેટલા વર્કરોને શરીરે નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે 108 ની મદદથી ચીખલીની ખાનગીહોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યારે આઈસર ટેમ્‍પો ચાલકને વલસાડની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું.
બનાવ અંગેની ફરિયાદ બસ ડ્રાઇવર રવિન્‍દ્ર ભણાભાઈ પટેલ (ઉ.વ-47) (રહે.દેવસર ગણદેવી રોડ નવા ફળીયા (લક્ષ્મી ફળીયા, તા.ગણદેવી જી.નવસારી) એ કરતા પોલીસે આઇસર ટેમ્‍પો ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

ઈજાગ્રસ્તોની યાદી
પ્રિનલ રણછોડભાઈ પટેલ (રહે.દેવસર મહાદેવ નગર), ભાવિન ઠાકોરભાઈ પટેલ (રહે.વંકાલ મોટા ફળીયા તા.ચીખલી), ઉમેશ વસંતભાઈ ટંડેલ (રહે.બીલીમોરા માછીવાડ), સુમનભાઈ માસીયાભાઈ પટેલ (રહે.ધાકમડ મંદિર ફળીયું વાંસદા), ભુપેન્‍દ્ર ઝીનાભાઈ ગાયકવાડ (રહે.વાંસદા ખાંભલા), કમલ ભરતભાઈ બરોડીયા (રહે.બીલીમોરા ઓરિયા મોરિયા), અમિત ભીખુભાઈ રાણા (રહે.શિલાલેખ એપાર્ટમેન્‍ટ સોમનાથ રોડ બીલીમોરા), મનીષ રામસિંગભાઈ સિંહ (રહે.સિંગલ ફળીયું તલોધ બીલીમોરા) બસ ડ્રાઇવર રવીન્‍દ્રભાઈ ભાણાભાઈ પટેલ (રહે.લક્ષ્મી ફળીયું દેવસર), દિવ્‍યેશ અંબુભાઈ પટેલ (રહે.કુંડલ ફળીયું નોગમા તા.ચીખલી) તેમજ આઈસર ટેમ્‍પો ચાલક નરેશ ભુરડી ગુર્જર (રહે.નાગધરા રાજસ્‍થાન) નો સમાવેશ થાય છે. જ્‍યારે બસમાં સવાર અન્‍ય ચાર જેટલા વર્કરોને વાપી ખાતેહોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment