December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

બળવંત પંડીત ઘરની બહાર બેઠો હતો ત્‍યારે જુની અદાવતમાં વિકાસ સોલંકીએ ઘર સામે જ ઘાતકી હુમલો કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ શહિદ ચોક નજીક નવા હરિજનવાસમાં શનિવારે મોડી રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર જુની અદાવતમાં અન્‍ય યુવાને ધસી આવી બોથડ પદાર્થ વડે ઘાતકી હુમલો કર્યો હતો. ઘાયલ યુવાનને સારવારમાં ખસેડયો હતો. રાતે ઘટેલી ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ઘાતકી હુમલાની વિગતો મુજબ શહીદચોક નવા હરિજનવાસમાં રહેતો યુવાન બળવંત પંડિત શનિવારે રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠો હતો ત્‍યારે ત્રણ ચાર મહિના અગાઉ બળવંત પંડિત અને અન્‍ય ત્રણ ચાર જણાએ વિકાસ સોલંકીને ઢોર માર માર્યો હતો. જેમાં વિકાસ ગંભીર રીતે ઘવાયો હતો. જેની અદાવત રાખી શનિવારે રાતે વિકાસ બળવંત પંડિતના ઘર સામે જ્‍યારે તે ખુરશીમાં બેઠો હતો ત્‍યારે વિકાસ સોલંકી ધસી આવ્‍યો હતો. કોઈ બોથડ પદાર્થ વડેવિકાસે બળવંત ઉપર ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલો કરી તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સીટી પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. 108 એમ્‍બ્‍યુલન્‍સમાં લોહી લુહાણ થયેલ ઘાયલ બળવંતને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે બીજી તરફ હુમલો કરનાર વિકાસને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah

Leave a Comment