October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

વીજ કંપનીએ નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે અને આજદિન સુધી તેમને વળતર આપવામાં આવેલ નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાદરા નગર હવેલીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતની અધ્‍યક્ષતામાં દાનહના આંબોલી પટેલાદ, બિન્‍દ્રાબિન ગામમાં ગૌચરણની જમીન અને આંબોલી માનીપાડાના લોકોની બાપદાદાના કબ્‍જાવાળી જમીનના હક્ક માટે ખાનવેલના આરડીસીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખાનવેલ આર.ડી.સી.ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે ઈલેક્‍ટ્રીક કંપનીએ શ્રી નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે. જેમને આજદિન સુધી વળતર આપવામાં આવેલ નથી. તેથી ન્‍યાય અપાવવા, સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્‍યારે બિન્‍દ્રાબિન ખાતેની ગૌચરણની જમીનમાંથી ખાનગી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે સરકારી જમીન બગડી રહી છે. ઉપરાંત આંબોલી પટેલાદમાં માનીપાડાની જમીન આર.ડી.સી. ખાનવેલ કાર્યાલયમાં પેન્‍ડિંગ પડેલ છે એના ન્‍યાય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતદ્વારા યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Related posts

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

Leave a Comment