July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગામે કનાડી ફાટક નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના નરોલી ગામે ભીલોસા કંપનીમાં નોકરી કરતો યુવાન સવારે એના મિત્ર સાથે કંપની પર જઈ રહ્યા હતા તે સમયે કનાડી ફાટક નજીક પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બાઈક પર પાછળબેઠેલા યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર મનિષ દત્તનારાયણ (ઉ.વ.21) હાલ રહેવાસી સાયલી, મૂળ રહેવાસી ઓરિસ્‍સા. જે નરોલી ગામે ભીલોસા કંપનીમાં નોકરી કરે છે અને સવારે એના મિત્ર સાથે બાઈક પર નોકરી પર જવા માટે નીકળ્‍યા હતા તે સમયે કનાડી ફાટક નજીક પાછળથી આવતી ટ્રક નંબર ડીએન-09 એમ-9711ના ચાલકે ટક્કર મારતા બાઈક પર પાછળ બેસેલ મનીષ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. આ ઘટના અંગે નરોલી પોલીસને જાણ થતાં સ્‍થળ પર પહોંચી યુવાનની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી અને ટ્રકના ચાલકની અટક કરી પોલીસ સ્‍ટેશને જવામાં આવ્‍યો હતો. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

ચીખલીના ટાંકલની પ્રાથમિક શાળાના પહેલા ધોરણનો વિદ્યાર્થી પાણી પીવા જતા વોટર કુલરના નળમાંથી કરંટ લાગતા સારવાર હેઠળ

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

Leave a Comment