April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

ગુરૂવારે શેરબજારમાં બન્ને કંપનીના શેરના ભાવ ગગડી જતા સ્‍થિરતા લાવવા કરાર કર્યા હોવાનું મનાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ભારતભરમાં કેમિકલ સેક્‍ટરમાં દિગ્‍ગજ ગણાતી વાપીની બે જાણીતી કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરવામાં આવ્‍યો છે. બન્ને કંપનીઓએ હાથ મિલાવ્‍યા છે.
વાપી અંકલેશ્વર સહિત અન્‍ય ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝના ગુરૂવારે શેરબજાર બંધ થયા બાદ ભાવ ગગડયા હતા. આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝનો શેર અડધો ટકો તૂટી 623 રૂપિયા આસપાસના ભાવે બંધ રહ્યો હતો જ્‍યારે યુ.પી.એલ.નો શેર એક ટકો તૂટી 510 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. તેથી બન્ને કંપનીઓએ જોઈન્‍ટ વેન્‍ચરનો કરાર કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ જોઈન્‍ટ વેન્‍ચર કરાર આધારે નાણાકીય 2026-27 ના વર્ષના પહેલા ત્રિમાસિકથી શરૂ થશે. તેથી જેવી થકી 400 થી 500 કરોડ રૂપિયાની આવકની આશા સેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, યુપીએલના શેર લાંબા સમયથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવી જ સ્‍થિતિ આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝની રહી છે. આબન્ને કંપનીઓએ સ્‍પેશ્‍યલ કેમિકલ સપ્‍લાયમાં ભાગીદારી કરારમાં કરી હોવાનું મનાય છે.

Related posts

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

Leave a Comment