October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) એ દુનિયાના 79 દેશોમાં કાર્યરત છે. વાપી-દમણ-સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વિવિધ સર્વિસ પ્રોવાઈડર આ સંસ્‍થામાં જોડાયેલ છે. આ વિસ્‍તારમાં અત્‍યાર સુધીમાં ગ્‍ફત્‍ ના 13 ચેપ્‍ટરો કાર્યરત છે. જેમાં અંદાજે 1300 કરોડના બિઝનેસ માસ 635 સભ્‍યોના અંદરોઅંદર થયો છે. આજરોજ 40 નવા સભ્‍યો સાથે નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ” નું લોન્‍ચીંગ કરવામાં આવ્‍યું.
ગ્‍ફત્‍ ની અમેરિકામાં 39 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી જ્‍યારે વાપી-વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ તથા દાનહમાં પ્રથમ ચેપ્‍ટરની શરૂઆત 2018માં થઈ હતી, તે વખતે માત્ર 35 સભ્‍યોથી શરૂઆત થઈ હતી. જે આજે 635 સભ્‍યો સુધી પહોંચ્‍યો છે. ભારતમાં BNI ની શરૂઆત 20 વર્ષ પહેલા થઈ હતી. જેમાં અત્‍યાર સુધીમાં 58584 સભ્‍યો જોડાયેલા છે. કુલ 130 શહેરોમાં 1210 ચેપ્‍ટરો કાર્યરત છે. જેમાં છેલ્લા 12 મહિનામાં જ અંદાજે 37000 કરોડનો બિઝનેસ થયો છે. BNI ની ખુબી એ છે કે, દુનિયા આખીમાં જોડાયેલા તમામ સભ્‍યો અંદરોઅંદર બિઝનેસ કરે છે.
જેમ કે, ભારતદેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્‍ન છે કે, ભારતના તમામ લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોને વિકાસ માટે પ્રોત્‍સાહિત કરવા પ્રધાનમંત્રીશ્રીના વિઝન પ્રમાણે જ ગ્‍ફત્‍ સંસ્‍થા કાર્યરત છે. તેમાં જોડાયેલા તમામ લઘુ અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોપગતિઓ, સર્વિસ પ્રોવાઈડરો, મેન્‍યુફેક્‍ચરીંગના લોકો એકબીજાને તેમના બિઝનેસના વિકાસ માટે મદદ કરીને ભારતના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે.
આજરોજ BNI ‘‘શ્રેષ્‍ઠ” ચેપ્‍ટરનું લોન્‍ચીંગમાં ભારતના ડિસ્‍ટ્રીક્‍ટ ડિરેક્‍ટર શ્રી સાગર તન્ના, વાપી-વલસાડના એરિયા ડિરેક્‍ટર શ્રી હેમંત પંત, લોન્‍ચ ડાયરેક્‍ટર તથા કન્‍સલટન્‍ટ શ્રી અભિનવ અશોક ઠાકુર, લોન્‍ચ એમ્‍બેસેડર શિલ્‍પા શાહ, સપોર્ટ ડિરેક્‍ટ કન્‍સલટન્‍ટ શ્રી મેહુલ મિષાી અને સપોર્ટ એમ્‍બેસેડર શ્રી એ.એમ. બાલાજી વિગેરેઓએ ભારે જહેમત ઉઠાવી છે.

Related posts

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

Leave a Comment