કુલ રૂા. 15.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોઃ 3 વોન્ટેડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી મથકના પીઆઈ-એ.જે.ચૌહાણ, પીએસઆઈ-એચ.એસ.પટેલ, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ, પો.કો-અલ્પેશભાઈ ધરમશીભાઈ, ભરતભાઈ ભગવાનભાઈ, ગણપત ઈશ્વરભાઈ, લલિત રત્નાભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી નેશનલ હાઇવે નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર હોન્ડ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો નં-એમએચ-04-એચવાય-2245 આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની મોટી બોટલનંગ-6,576 જેની કિ. રૂ.7,20,000/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા ટ્રકને વહન કરી જનાર દિપક કાંન્તુભાઈ કરમોડા (ઉ.વ.આ-29) (રહે.માલખેત પાટકર ફળીયું તા.ઉમરગામ જી.વલસાડ) ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટેમ્પો ડ્રાઈવરે જણાવ્યું હતું કે કમલેશ (રહે.દમણ બામણપૂજા ચેકપોસ્ટ પાસે), ડેલુભાઈ (રહે.દમણ) એ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. અને દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યો ઈસમ હોય જેનું નામ સરનામું ખબર ન હોય ચીખલી પોલીસે કુલ ત્રણ જેટલાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે આઈસર ટેમ્પો કિ.રૂ.8 લાખ, દારૂ તથા ટીન બિયરની કિ. રૂ.7.20 લાખ તેમજ એક મોબાઈલ કિ. રૂ.3,000/- મળી કુલ્લે રૂ.15,23,000/- લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનાની ફરિયાદ હે.કો-વિજયભાઈ દેવાયતભાઈએ કરતા વધુ તપાસ પીએસઆઈ-એમ.કે. ગામીત કરી રહ્યા છે.