December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

  • પીડિતા સગીરાના સેમ્‍પલો ફોરેન્‍સિક ટેસ્‍ટ માટે મોકલાયા : પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્‍જે કરાયા

  • જો મારો પતિ ગુન્‍હેગાર સાબિત થશે તો હું એને તલાક આપીશ : મૌલાનાની પત્‍ની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
સેલવાસમાં બે દિવસથી મૌલાના સામે સગીરા દ્વારા યૌનશોષણની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના દ્વારા દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ છે .
આ મદ્રેસામાં બીજી 35 જેટલી અન્‍ય છોકરીઓ પણ ભણતી હોવાનું સામે આવ્‍યુ છે પીડિતાના સેમ્‍પલો ફોરેન્‍સિક ટેસ્‍ટ માટે મોકલાયા છે એની સાથે પોલીસ દ્વારા મદ્રેસાના સીસીટીવી ફૂટેજો કબ્‍જે કરવામા આવ્‍યા છે.મૌલાના વિરુદ્ધ પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોધવામા આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત મંગળવારે સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ તારિક મૌલાનાના મદ્રેસામા રહેતી એક કિશોરીએ તારિક મૌલાના પર આરોપ લગાવ્‍યોછે કે એણે એની સાથે દુષ્‍કર્મ કર્યું છે જેની જાણ તેણીએ પોતાના માતા પિતાને કરી હતી ગત મંગળવારે મામલો સેલવાસ પોલીસ મથકે પહોંચ્‍યો હતો તેણીના મેડિકલ બાદ તારિક મૌલાના વિરુધ્‍ધ પોક્‍સો એક્‍ટ હેઠળ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરવામા આવી રહી છે સૂત્રો પાસે મળેલી જાણકારી મુજબ મેડિકલ રિપોર્ટ હજુ ક્‍લિયર નથી તમામ પુરાવાઓને ફોરેન્‍સિક તપાસ માટે મોકલ્‍યા છે. બીજી તરફ મૌલાનાની પત્‍નીએ જણાવ્‍યુ છે કે જો મારો પતિ ગુન્‍હેગાર સાબિત થશે તો હું એને તલાક આપીશ.

Related posts

દમણ હવે બેચલર પાર્ટી માટે નહીં પણ ફેમીલી ટુરીઝમ માટે મશહૂર

vartmanpravah

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

vartmanpravah

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

Leave a Comment