July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

થર્ડ ફેઈઝમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપનીમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ એક કેમિકલ કંપનીમાં એસિડની સ્‍ટોરેજ ટેન્‍કનો વાલ્‍વ તૂટી જતા આખી કંપની પરિસર અને બહાર રોડ સુધી એસિડના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટના બાદ ભારે દોડધામમચી જવા પામી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝ પ્‍લોટ નં.1401/3માં કાર્યરત એ.આઈ.એમ. કંપનીમાં શનિવારે કંપનીના એસિડ સ્‍ટોરેજ ટેન્‍કનો વાલ્‍વ અચાનક તૂટી જતા એસિડના રેલાઓ પરિસર સહિત કંપની બહાર ફેલાઈ ગયા હતા. ક્‍યાંક તો ખાબોચીયા ભરાઈ ગયા હતા. ટાંકીના ખરાબ થઈ ગયેલા વાલ્‍વ અંગે કંપનીએ દાખવેલી નિષ્‍કાળજીને લઈ ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. એસિડના ફેલાવા બાદ ધુવાડા સાથે તિવ્ર વાસ આવતા કામદારોના નાક ચચરાતા રહેલા એસિડ લીકેજની માત્રા એટલી બધી હતી કે બહાર ગટર લાઈનમાં પણ એસિડ વહ્યો હતો. ઢોળાયેલ એસિડ ઉપર કંપની સંચાલકો ચુનો નાખી તેની જલદતા સામાન્‍ય કરી હતી. બનાવમાં કોઈ જાનહાની કે ગુંગળામણની ઘટના બની ન હતી. બનાવ આકસ્‍મિક હોવાનું અનુમાન લગાડવામાં આવ્‍યું હતું. ઘટના બાદ જી.પી.સી.એ વિઝીટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

Leave a Comment