September 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં કંપનીનું નામ બદલી અન્‍ય જગ્‍યાએ બિઝનેસ કરી રૂા.32.89 કરોડ વેચાણ વેરો ચાઉં કરનાર બે ડાયરેક્‍ટરોની ધરપકડ

સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્‍ટર રાજેન્‍દ્ર ઠક્કર અને અરૂણાબેન ઠક્કરની એસ.ઓ.જી.એ રાધનપુરથી ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી ડુંગરામાં લવાછા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઈન્‍ફોટેક પ્રા.લી. નામની કંપનીની જગ્‍યાએ સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી. નામની કંપની તરીકે નામ બદલી ડાયરેક્‍ટરોએ ચાંદખેડા અમદાવાદમાં ધંધો શરૂ કર્યો હતો. કોમ્‍પ્‍યુટર પાર્ટસ અને ઈલેક્‍ટ્રીક વસ્‍તુઓનું ખરીદ વેચાણના શરૂ કરેલા ધંધામાં વર્ષ 2008-2009 તથા વર્ષ 2009-2010 સુધીનો વેચાણ વેરો, વ્‍યાજ, દંડની કુલ રકમ 32,89,59,142 રૂપિયા ભરપાઈ નહી કરી બન્ને ડાયરેક્‍ટરો છૂ થઈ ગયા હતા તે અંગે ડુંગરા પો.સ્‍ટે.માં નોંધાયો હતો. છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા બન્ને ડાયરેક્‍ટરોને એસ.ઓ.જી.એ રાધનપુરથી ધરપકડ કરી ડુંગરા પોલીસને સોંપવામાં આવ્‍યા છે.
સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્‍ટર રાજેન્‍દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્‍દ્રભાઈ ઠક્કર સામે મુલ્‍યવર્ધિત વેરા અધિનિયમ 2003 મુજબ વેચાણ વેરા કમિશ્‍નરે ફરિયાદ નોંધાવી હતી. ડાયરેક્‍ટરોએ સુચિત કરેલ વાપી તથા અમદાવાદના રહેઠાણો ઉપર હાજર હતા નહી તેથીતા.30-9-2020 ના રોજ વેચાણવેરા વિભાગે બન્ને ડાયરેક્‍ટરો વિરૂધ્‍ધ રૂા.32.89 કરોડના વેચાણ વેરા લેણા રકમ અંગે ડુંગરા પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ આર્થિક ગુનાની વલસાડ એસ.ઓ.જી. તપાસ કરતી હતી. એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે ચાર વર્ષથી નાસતા ફરતા બન્ને ડાયરેક્‍ટર રાધનપુર જી.પાટણમાં છુપાઈને રહી રહ્યા છે તેથી વલસાડ પોલીસ રાધમપુર શીતલ સોસાયટી ખાતે પહોંચી બન્ને ડાયરેક્‍ટરોની ધરપકડ કરી આરોપીઓને ડુંગરા પોલીસમાં સોંપવામાં આવ્‍યા હતા.

Related posts

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

વાપી નગરપાલિકાની અનોખી પહેલ, દર ગુરૂવારે વિકાસલક્ષી કામોની રિવ્‍યુ બેઠક મળશે

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment