January 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.27: ભારતની ટોચની એગ્રી-સોલ્‍યુશન્‍સ પ્રોવાઈડર કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડે દેશભરમાં પાક ઉપજ વધારવા, જીવાતોના ઉપદ્રવને નિયંત્રિત કરતાં ટકાઉ કળષિ ગતિવિધિઓને વેગ આપવા 10 નવી પ્રોડક્‍ટ્‍સ લોન્‍ચ કરી છે. જેમાં 3 પ્‍લાન્‍ટેડ પ્રોડક્‍ટ્‍સ, ઈનોવેટિવ નીમ કોટેડ બાયો પ્‍લાન્‍ટ અને સોઈલ હેલ્‍થ પ્રમોટર તથા પાંચ જેનરિક ફોર્મ્‍યુલેશન્‍સ સાથે ભારતીય ખેડૂત માટે અસરકારક વ્‍યાપકપણે પાક સંરક્ષણ ઉકેલો પ્રદાન કરે છે.
કોરોમંડલના બાયો પ્રોડક્‍ટ્‍સ એન્‍ડ રિટેલના સીપીસી, એક્‍ઝિકયુટીવ ડિરેક્‍ટર ડો.રઘુરામ દેવરકોંડાએ જણાવ્‍યું હતું કે, ‘‘કોરોમંડલ ઈન્‍ટરનેશનલ દ્વારા કોઈ એક વર્ષમાં જાપાનીઝ જોડાણ અને ઈન-હાઉસ રિસર્ચમાંથી તૈયાર પ્રચંડ નામની પ્રોડક્‍ટ સાથે 10 નવી પ્રોડક્‍ટ રજૂ કરવામાં આવી હોય તેવુ પ્રથમ વખત બન્‍યું છે.અમે ખડૂતોને રિસર્ચ આધારિત ઈનોવેટિવ સોલ્‍યુશન્‍સ પ્રદાન કરવા સતત અમારા રિસર્ચ અને ડેવલપમેન્‍ટ પ્રયાસો જારી રાખવા પ્રતિબદ્ધ છીએ.
મકાઈના પાકનો નાશ કરતી અન્‍ય એક અત્‍યંત વિનાશક જીવાત ફોલ આર્મીવોર્મ માટે કંપનીએ યુનિક ફોર્મ્‍યુલેશન વિકસિત કર્યું છે, જે પાકના સ્‍વાસ્‍થ્‍ય અને ઉપજમાં સુધારો કરવા બે નોવલ પેટેન્‍ટેડ ફુગનાશકો લોન્‍ચ કર્યા છે, (1) ચોખામાં મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ (ફંગલ એટેક જેને શીથ બ્‍લાઈટ કહે છે) પર લાંબા સમય સુધી નિયંત્રણ; અને, (2) એક ઈનોવેટિવ ફૂગનાશક સોલ્‍યુશન- જે બટાકા, દ્રાક્ષ અને ટામેટાના પાકમાં મોટા પાયે થતા રોગના નિયંત્રણ માટે સિસ્‍ટેમેટિક એક્‍શન (પાક દ્વારા શોષાઈ જવાથી લાંબા સમય સુધી નિયંત્રણ કરે છે) અને સરફેસ ઓફર કરે છે.
કંપનીએ પાંચ નવા જેનરિક પણ લોન્‍ચ કર્યા છે, જેમાં 4 હર્બિસાઈડ્‍સ છે. આ લોન્‍ચિંગ સાથે કોરોમંડલનો સોલ્‍યુશન પોર્ટફોલિયો ભારતીય ખેડૂતની વિવિધ કળષિ જરૂરિયાતો માટે વ્‍યાપકપણે પાક સંરક્ષણ ઉકેલો પ્રદાન કરે છે. જે પાકમાં થતી જીવાતો અને રોગોના પડકારોમાં શ્રેષ્ઠ જંતુનાશક તરીકે ઉભરી આવે છે.

Related posts

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

Leave a Comment