Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

મતગણતરી કુલ 21 રાઉન્‍ડમાં કરાશેઃ બપોરે 1:00 વાગ્‍યા સુધીમાં ગણતરી પૂર્ણ કરવાનું લક્ષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: લોકસભા-2024ની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી ગત તા.7મી એના રોજ ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) દ્વારા યોજાઈ હતી. આ ઈવીએમ મશીનોને કરાડ પોલીટેકનીક કોલેજના સ્‍ટ્રોંગ રુમમાં સીલ કરવામાં આવ્‍યા છે જેની ચુસ્‍ત રીતે પોલીસના જવાનો દિવસ-રાત સંભાળ રાખી રહ્યા છે. હવે આગામી 4થી જૂને મત ગણતરી કરવામાં આવશે જેના માટે દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દાનહ બેઠક ઉપર ચૂંટણીમાં પાંચઉમેદવારો મેદાને છે. કુલ 21 રાઉન્‍ડમાં મત ગણતરી કરવામાં આવશે. અંદાજીત બપોરે એક વાગ્‍યા સુધીમાં મતગણતરી પૂર્ણ થવાની ગણતરી છે.
આ બેઠક પર કુલ 2,83,035 મતદારો છે જે પૈકી 1,48,095 પુરુષ અને 1,34,929 મહિલા મતદારો છે. દાનહમાં કુલ 66.28 ટકા મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી સંદીપભાઈ બોરસા, ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર શ્રી દિપકભાઈ કુરાડા અને એક અપક્ષ ઉમેદવાર શ્રી શૈલેષભાઈ વરઠા એમ પાંચ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દરેક ઉમેદવાર પોતપોતાની રીતે જીતનો દાવો કરી રહ્યા છે.

Related posts

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment