April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 માં લાંબા સમયથી અનઅધિકળત રીતે કાર્યરત ગેમ ઝોન સામે ફાયર વિભાગ દ્વારા ભરવામાં આવેલા પગલાં. જીઆઈડીસી અધિકારીઓએ ત્રણ વર્ષ અગાઉ ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતીકોમર્શિયલ પ્રવૃતિને બંધ કરવા નોટિસ આપી હતી તેમ છતાં ત્રીજા માળે બેરોકટોક ગેમ ઝોન કાર્યરત રહેતા અધિકારીઓની નીતિ સામે ઉઠી રહેલા વેધક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારી તંત્ર સલામતીના ભાગરૂપે સમગ્ર રાજ્‍યમાં તપાસ હાથ ધરી નિયમ વિરુદ્ધ ચાલતી ગેમ ઝોન તેમજ આગની હોનારત સર્જાઈ શકે એવા શોપિંગો, મોલ અને જાહેર સ્‍થળોએ પગલા ભરવામાં આવી રહ્યા છે. ગતરોજ જાગૃત નાગરિકોની ફરિયાદના પગલે ઉમરગામ જીઆઈડીસી લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 મા લાંબા સમયથી ચાલતી ગેમ ઝોન સામે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. આ પ્‍લોટમા નિયમ વિરુદ્ધના કોમર્શિયલ પ્રકારના બાંધકામ થયેલા છે. જેના ત્રીજા માળે કેઝાદ મિષાી દ્વારા તાુકર ટેબલ લગાવી ગેમ રમાડવામાં આવી રહી હતી. ફાયર વિભાગની તપાસમાં સલામતી માટે કોઈપણ જાતના ઉપકરણો ઉપલબ્‍ધ ન હોવાનું સામે આવ્‍યું છે. તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ફાયર વિભાગની તપાસ બાદ જીઆઇડીસીના અધિકારીઓએ પોલીસ તંત્રને લેખિત જાણકારી આપી તપાસ કરવા સૂચન કર્યું છે. હવે પોલીસ વિભાગ આ ઘટનામાં પ્‍લોટના માલિક અને સંચાલક સામે કેવાપ્રકારની કાર્યવાહી હાથ ધરે એમના ઉપર તમામની નજર મંડરાયેલી છે.
અત્રે નોંધનીય છે કે, આ પ્‍લોટમાં અન અધિકળત બાંધકામ અને એમાં ચાલતી ઘેર કાયદેસર પ્રવૃત્તિથી જવાબદાર વિભાગ જીઆઇડીસી માહિતગાર હતી. ત્રણ વર્ષ અગાઉ ઉમરગામ જીઆઇડીસીના અધિકારીઓએ અનઅધિકળત રીતે કરવામાં આવેલા બાંધકામ અને ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે 36 જેટલી નોટિસો જારી કરવામાં આવી હતી. જેમાં લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 નો પણ સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ જીઆઇડીસીના અધિકારીઓ નોટિસથી આગળ વધી શકતા નથી જેના પરિણામે ઉમરગામ જીઆઇડીસીમાં નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ બે રોકટોક કાર્યરત છે જેની સામે જીઆઇડીસી ગાંધીનગર સ્‍તરેથી તપાસ હાથ ધરવાની આવશ્‍યકતા જણાતા જેની ફરિયાદ ઉચ્‍ચસ્‍તરે કરવામાં આવી રહી છે.
—-

Related posts

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah

Leave a Comment