December 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી
દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્‍તારમાં સમસ્‍ત જૈન સમાજે આસ્‍થા-તપ અને આરાધના સાથે ઉજવણી કરી વાપીના તમામ દેરાસરોમાં સતત પર્યુષણ પર્વ નિમિત્તે સત્‍સંગ-પ્રવચન થતા રહેલા. જેનો હજારો જૈનોએ લાભ લઈને પર્યુષણ પર્વની ઉજવણી કરીને મિચ્‍છામી દુકડમ પાઠવ્‍યા હતા.
પર્યુષણ પર્વનું પ્રમુખ હાર્દ જ એજ છે પર્વમાં ક્ષમાપનાનો મહિમા છે. સંવત્‍સરી પર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે. વર્ષ દરમિયાન ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે. કોઈની ભૂલ થઈ હોય તો ઉદારતા દાખવી માફી આપવાની છે. પર્યુષણ પર્વની હાર્દ સત્‍વ જ આજ છે તે અનુસાર દશ દિવસ જૈન સમાજના અબાલ વૃધ્‍ધોએ પુર્યષણની ઉજવણી કરી ઉપવાસ તપસ્‍યા કરી દરેક દેરાસરોમાં મહારાજ સાહેબોના દિવ્‍ય પ્રવચનની વાણી વહેતી હતી. અંતિમ દિને વાપી અજીતનાથ દેરાસરમાં ભગવાનને સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરી શ્રધ્‍ધેય પૂર્વક જૈન સમાજે પુર્યષણની ઉજવણી કરી હતી.

Related posts

વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્‍પિટલમાં નવા ડેન્‍ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment