September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

વાપી ડેપો – પોલીસ, વહીવટી તંત્રએ રાતભર સરાહનીય કામગીરી ઉજાગર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: છેલ્લા બે દિવસમાં રેલવેની ત્રણ દુર્ઘટના ઘટી હતી. જેમાં પ્રથમ ટ્રેન અડફેટમાં વાપી સ્‍ટેશને બે મુસાફરોના મોત એક ઘાયલ, બીજા દિવસે મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન ખડી પડી અને ત્રીજી ઘટના વાપી રેલવે ફાટક સામે રેલવે એન્‍જિનરમાં ખરાબી સર્જાતા ટ્રેન બરાબર ફાટક સામે જ ખોટવાઈ હતી. જેમાં મુસાફરો-સ્‍થાનિક લોકોને ભારેહાલાકીનો સામનો કરવો પડયો હતો. પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેનો વાપી-વલસાડમાં થોભાવી દેવાઈ હતી. જેથી વાપી રેલવે સ્‍ટેશન ઉપર મોટી સંખ્‍યામાં મુંબઈ જનારા મુસાફરો અટવાઈ પડયા હતા. જેની વ્‍હારે વાપી એસ.ટી. ડેપો આવ્‍યો હતો. તુરંત પાંચથી વધુ એકસ્‍ટ્રા બસો ચાલુ કરીને મુસાફરોને બોરીવલી સુધી પહોંચાડાયા હતા.
પાલઘર રેલવે ગુડ્‍ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો. પરિણામે મુસાફરો વાપી રેલવે સ્‍ટેશન ઉપર રઝળી પડયા હતા. જેની જાણ વાપી ડેપોને કલેક્‍ટર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેથી તાબડતોબ ટ્રાફિક ઓફિસર સ્‍નેહલ પટેલ તથા સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ ધનસુખ પટેલએ એકસ્‍ટ્રા બસો મુંબઈ માટે વાપી રેલવે સ્‍ટેશનથી દોડાવી હતી. મુસાફરોને મોટી રાહત થઈ હતી. બસો દ્વારા મોડી રાતે મુંબઈ બોરીવલી પહોંચી ગયા હતા. ત્રીજી દુર્ઘટનામાં વાપી રેલવે ફાટક પાસે ટ્રેન એન્‍જિન ફાટક સામે જ ખોટવાતા કલાકો સુધી ફાટક બંધ રહેતા સેંકડો વાહનો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. જો કે એકાદ કલાક બાદ ફાટક ખુલી જતા વાહન વ્‍યવહાર રાબેતા મુજબ યથાવત થઈ ગયો હતો.

Related posts

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

Leave a Comment