September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચીખલીના ઘેજ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધ્રુવ ઈલેવન ચેમ્‍પિયન, ટ્રીતી ઈલેવન રનર્સઅપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન વાંઝરી ફળીયા દ્વારા શામળ ફળીયાના લીલાછમ મેદાન ઉપર ત્રીસ વર્ષથી વધુ વયના ક્રિકેટરો માટે આયોજિત ઘેજ પ્રીમિયર લીંગ સિઝન-2 માં પાદર દેવી ઈલેવન, સાંઈ ફ્રેન્‍ડ્‍સ ઈલેવન, ધ્રુવ ઈલેવન, ટ્રીતી ઈલેવન, કેડીવી ઈલેવન, બાપા ઈલેવન સહિત છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્‍ટનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન ઉપરાંત ડો.ભુપેન્‍દ્રભાઈ પાટીલ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, તાલુકા સભ્‍ય ધર્મેશભાઈ, એસ.યુ.પટેલ, હિરેનભાઈ નવા ફળીયા, જયંતીભાઈ એગ્રોવાળા સ્‍થાનિક અગ્રણી હરીશભાઈ, મયુરભાઈ, જીતુભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું.
ઉપરોક્‍ત ટુર્નામેન્‍ટની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ધ્રુવ ઈલેવને નિર્ધારિત ઓવરમાં 109 જેટલા રન ફટકાર્યા હતા. જેમાં વિજયમાટે 110 રનના લક્ષ્યાંક સામે ટ્રીતી ઈલેવન 109 રન કરી શકતા ટાઈ સર્જાઈ હતી. પરંતુ ટુર્નામેન્‍ટના કમ્‍પલસરી ચેસના નિયમોનુસાર ધ્રુવ ઈલેવનને ચેમ્‍પિયન જાહેર કરાઈ હતી. ચેમ્‍પિયન અને રનર્સઅપ ટીમના કપ્તાન વિનુભાઈ અને પિયુષ પટેલને મહાનુભવોના હસ્‍તે રોકડ ઈનામ તથા ટ્રોફી એનાયત કરાઈ હતી. ટુર્નામેન્‍ટમાં મેન ઓફ ધ મેચ અને બેસ્‍ટ બેટ્‍સમેન તરીકે દિવ્‍યેશ પટ (દિગુ) મેન ઓફ ધ સિરીઝ વિકી પટેલ બેસ્‍ટ બોલર તરીકે વીનું પટેલને જાહેર કરી પ્રોત્‍સાહક ઈનામો આપવામાં આવ્‍યા હતા. ટુર્નામેન્‍ટને સફળ બનાવવા વાંઝરી ફળીયાના હેમંતભાઈ, જિમી પટેલ, સુનિલભાઈ, તેજસભાઈ પટેલ, મયુર પટેલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

Leave a Comment