September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્‍ય સરકારની સુચના મુજબ કાર્યવાહી કરાઈ : અત્‍યાર સુધી પાલિકા નિંદ્રાધીન હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.05: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ કારમાં અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતનું વહિવટી તંત્ર સફાળે જાગ્‍યુ અને હવે હાઈ એલર્ટ મોડમાં છે. સમગ્ર ગુજરાતમાં ફાયર સિસ્‍ટમ અંગે સ્‍કૂલ, કોલેજ, હોસ્‍પિટલ, જાહેર સ્‍થળો, મનોરંજન સ્‍થળ, મોલ વગેરેમાં ફાયર અંગે ચેકિંગ કાર્યવાહી ચાલી રહી છે. આ નિંદ્રાધીન વહિવટી તંત્રએ આળસ મરડીને ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે. તે પણ રાજ્‍ય સરકારની કડકાઈ અને આદેશ બાદ વાપી નગરપાલિકાને પણ મળેલ આદેશ બાદ શહેરમાં ફાયર સિસ્‍ટમ અંગે ચેકિંગ ઝુંબેશ ચાલુ કરાઈ છે.
વાપી નગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે ચેકિંગ કામગીરી છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલુ છે તે અંતર્ગત જાહેર સ્‍થળ, હોસ્‍ટિપલ, મોલ વિગેરે મળીને કુલ 41 જેટલા મિલકત ધારકોને પાલિકાએ નોટીસો આપી છે તેમજ ફાયર સિસ્‍ટમ નિયમબધ્‍ધ કરવાની તાકીદ કરાઈ છે. સરકારની સુચના બાદ કાર્યવાહી પાલિકાએ કરી એનો અર્થ એ થયો કે અત્‍યાર સુધી પાલિકા નિંદ્રાધીન હતી.

Related posts

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah

ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

Leave a Comment