Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ગુજરાતના વલસાડ જિલ્લાને તેમજ મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે સવારથી જ ભારે ગરમીના કારણે ઉકળાટભર્યા વાતાવરણનો માહોલ હતો. બપોરે જબરદસ્‍ત ગરમી બાદ મોડી સાંજે વાદળો ઘેરાતા ધીમી ધારે વરસાદ વરસી પડયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગરહવેલીના કેટલાક ગામડાંઓ સહિત સેલવાસ શહેર વિસ્‍તારમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે લોકોએ ગરમીથી થોડી રાહતની લાગણી અનુભવી હતી. પરંતુ એકબાજુ વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના જોવાઈ હતી. દાનહમાં પુરા દિવસ દરમ્‍યાન બફારાના ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસેલા વરસાદથી લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. હવે ચોમાસાની શરૂઆત માટે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે ગમે ત્‍યારે વરસાદી સિઝનનો પ્રારંભ થશે.

Related posts

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment