January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

સ્‍વ. ડૉ. આકાશ મહેશભાઈ રાણાના સ્‍મરણાર્થે પરિવારે એમ્‍બ્‍યુલન્‍સ ભેટ આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: તા.12 જૂન 2024 ના દિને વાપી ભાગ્‍યોદય સોસાયટી, ચલાના રહેવાસી શ્રીમતી મંજુબેન રાણા તેમજ શ્રી મહેશભાઈ રાણાના સુપુત્ર સ્‍વ.ડો.આકાશ રાણા જેઓ દિલ્‍હી ખાતે મેડિકલ ક્ષેત્રે ઓર્થોપેડિક સર્જનનો છેલ્લા વર્ષનો અભ્‍યાસ કરી રહેલ હતા તે દરમિયાન તેઓનું રોડ અકસ્‍માતમાં સ્‍વર્ગવાસ થતાં તેઓના સ્‍મરણાર્થે શ્રેયશ મેડિકેર સંચાલિત એમ.એન.મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલ વાપીને એમ્‍બ્‍યુલન્‍સની ભેટ આપી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થઈ સ્‍વ.ડો. આકાશ રાણાના માતા શ્રીમતી મંજુબેન, પિતાશ્રી મહેશભાઈ રાણાએ સમાજ માટે ઉમદા ઉદાહરણ આપેલ છે. જે બદલ શ્રેયશ મેડિકેર સંચાલિત એમ.એન. મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલ વાપીના સર્વે ટ્રસ્‍ટી મંડળ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે તેમજ એમ્‍બ્‍યુલન્‍સની સેવાનો લાભ વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારના દર્દીઓ માટે રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નાની દમણની માછીમાર સમાજની શેરીમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

Leave a Comment