January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આગ-અકસ્‍માતના બન્ને બનાવમાં કોઈપણ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી વિસ્‍તારમાં શનિવારે રાત્રે અકસ્‍માત અને આગના બે બનાવ બન્‍યા હતા તેથી પોલીસ અને ફાયરની દોડધામ મચી જવા પામી હતી.
વાપી નેશનલ હાઈવે 48 યુ.પી.એલ. કંપની નજીક દમણગંગા પુલ ઉપર શનિવારે રાત્રે 11 વાગ્‍યાના સુમારે મુંબઈથી સુરત જતી લાઈન ઉપર શોર્ટસર્કિટ સર્જાવાના કારણે ટ્રકમાં ભિષણ આગ લાગી હતી. આગની જાણ બાદ નોટિફાઈડ અને વાપી પાલિકાના ફાયર ફાઈટર તથા પોલીસ તથા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. બે-એક કલાકની જહેમત બાદ સળગતી ટ્રકની આગ બુઝાવાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાન હાની થવા પામી નહોતી. બીજો બનાવ વાપી કોપરલી રોડ ઉપર મધરાતે બન્‍યો હતો. પુરઝડપે જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા એચ.ડી.એફ.સી. બેંક સામે કારને ડિવાઈડર ઉપર ચઢાવી દીધી હતી. જો કે રાત્રીનો સમય હોવાથી વાહન વહેવાર નહિવત હતો તેથી અન્‍ય વાહનો સાથે અકસ્‍માત થયા ન હતા. લોકોએ કાર ચાલકને સલામત રીતે બહાર કઢાયો હતો.

Related posts

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

Leave a Comment